બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમ.એમ. રાઠોડની નિમણૂક*
સુખસર,તા.4
સુખસર પોલીસ સ્ટેશનમાં મહત્વપૂર્ણ વહીવટી બદલાવ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમ.એમ. રાઠોડને નિમણૂક આપવામાં આવી છે. તેઓએ પોતાની નવી જવાબદારી ની કમાન સંભાળી લીધી છે.
અગાઉ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. વરૂને દાહોદ ખાતે બદલી કરીને દાહોદ ટાઉન એ ડિવિઝનમાં ફરજ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,આવનાર સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આવા બદલાવો કરવામાં આવી રહ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સરળતા રહે.
નવી નિમણૂક નિમિત્તે સ્થાનિક પત્રકારોએ મળીને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. રાઠોડને શુભેચ્છા પાઠવી
હતી.
નવી નિમણૂક બાદ સુખસર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
