જી.ઈ.સી. દાહોદ ખાતે Arduino પ્રોગ્રામિંગ પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

જી.ઈ.સી. દાહોદ ખાતે Arduino પ્રોગ્રામિંગ પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન

દાહોદ તા. ૨૮

દાહોદ: ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા તા. 24/03/2025ના રોજ “Arduino Programming and Applications” વિષય પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં ઇલેક્ટ્રિકલ અને ઇ.સી. વિભાગના અંદાજે 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સેન્સર ઇન્ટરફેસિંગ તેમજ ઔદ્યોગિક સમસ્યાઓ જેમ કે સેફ્ટી કર્ટન સિસ્ટમ અને કન્વેયર જામ ડિટેક્શન જેવા પ્રેક્ટિકલ ટાસ્ક પર કામ કરીને પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું.

વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ઓટોમેશન ક્ષેત્રમાં પ્રાયોગિક સમજ મળી અને ભવિષ્યમાં કુશળ ઓટોમેશન એન્જિનિયર બનવા માટે પ્રેરણા મળી હતી.

આ વર્કશોપનું આયોજન ઇલેક્ટ્રિકલ વિભાગના પ્રો. એમ. એમ. મહીડા અને પ્રો. એમ. એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નિષ્ણાત તરીકે ઇ.સી. વિભાગના પ્રો. એસ. એન. ડામોર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share This Article