બાબુ સોલંકી :- સુખસર
*સંજેલી થી સીધી અંબાજી જતી એસ.ટી બસની માંગણી સંતોષાતા મુસાફર જનતામાં ખુશીનો માહોલ*
*છેલ્લા ત્રણ વર્ષથી સંજેલીથી અંબાજી જતી એસ.ટી બસ શરૂ કરવા માંગ કરાઈ રહી હતી*
સુખસર,તા.28
સંજેલીથી ડાયરેક્ટ અંબાજી જવા માટે બસ શરૂ કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી.હતી જેને ધ્યાને લઈને એસ.ટી નિગમ દ્વારા સંજેલીથી ડાયરેક્ટ અંબાજી એસ.ટી બસ શરૂ કરાતા અંબાજી ખાતે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ સહિત મુસાફર જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંજેલી થી અંબાજી જવા માટે સંજેલીના એસ.ટી ખાતામાંથી નિવૃત્ત સોમાભાઈ બી. કટારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તમામ જગ્યાએ રજૂઆતો કરતા આવેલ હતા.જ્યારે રામ નવમીના દિવસે તેમની માંગણીને માન આપીને સંજેલી થી અંબાજીની નવીન બસ સેવા શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.નવીન એસ.ટી બસની માંગણી સંતોષાતા સોમાભાઈ કટારા તથા સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડ ની અધ્યક્ષતામાં બસને તિલક કરી માતાજીના ફોટા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ સ્થાનિકો સહિત મુસાફર જનતા હાજર રહી હતી.આ પ્રસંગે બસના ડ્રાઇવર,કંડક્ટર સહિત મુસાફરોને માં અંબાજીના નામની પ્રસાદ પણ આપવામાં આવી હતી
