રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ આઈ ટી આઈ ખાતે જિલ્લા કક્ષાનો મહિલા સ્વ રોજગાર મેળો અને મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો*
દાહોદ તા. ૨૬
મહિલા અને બાળ અધિકારીની કચેરી દાહોદ, રોજગાર વિનિયમ કચેરી દાહોદ, મહિલા આઈ. ટી. આઈ. દાહોદ અને આઈ ટી આઈ દાહોદના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વ રોજગાર મેળો આઈ ટી આઈ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ દરમ્યાન જિલ્લા આઈ ટી આઈ ના આસી. એપ્રેન્ડિક્સ એડવાઈઝર દ્વારા આઈ ટી આઈ દાહોદની પ્લેસમેન્ટ કામગીરીથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજગાર કચેરી દાહોદના રોજગાર કાઉન્સિલર ધર્મેશ ચૌહાણ દ્વારા રોજગાર કચેરીની કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા.

નોકરી દાતા કંપનીઓના મેનેજર થકી કંપનીઓની પ્રોફાઈલ અને કામગીરી, કંપની ખાતે ઉપલબ્ધ ફેસિલિટી તેમજ પગારની બાબતોથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સૌ લાભાર્થીઓને રોજગાર મેળવવા માટેજરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ દરમ્યાન મહિલા અને બાળ અધિકારી દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને મહિલા અને બાળ અધિકારી તથા મહિલા આર્થિક વિકાસ નિગમ હેઠળની યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ રોજગાર મેળા નિમિતે DHEW ટીમ, PBSC, OSC સ્ટાફ, કુલ ૬ કંપનીઓના મેનેજર સહિત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૧૪૫ જગ્યાઓ માટે ૩૪૩ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી જેમાંથી કુલ ૬૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
000
