રાજેશ વસાવે :- દાહોદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રાજકીય સોગઠાબાજી તેજ.!
દાહોદમાં બાપ પાર્ટીના અગ્રણી રાજુ વળવાઇએ ઝાડું પકડ્યું,સત્તાનું કેન્દ્ર બનતું આદિવાસી વિસ્તાર.!
દાહોદ તા.૦૯
દાહોદ સહિત ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી પુર્ણ થતાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજવા અંગે રાજ્ય સરકાર તેમજ ચુંટણી પંચ દ્વારા કામગીરી પુુરજાેશમાં શરૂ કરી દેવામાં આવી છે. આગામી એક,બે મહિનામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની નગરપાલિકાની ચુંટણીઓ યોજાવાની હોવાથી રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચુંટણી લડવા માટે થનગનતા મુરતીયાઓ પણ સોગઠા ગોઠવવાની પણ શરૂઆત કરી દીધી છે. સાથેજ પક્ષ પલ્ટાની મોસમ પણ પુરબહારમાં ખીલી હોય તેવા દ્રશ્યો દાહોદ જિલ્લામાં સામે આવી રહ્યાં છે. દાહોદમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે. હવે આગામી ચુંટણીમાં સત્તા યથાવત્ રાખવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુંટણીલક્ષી કામગીરી પુરજાેશમાં શરૂ કરી દીધી છે. આ તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો પણ સત્તામાં આવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં આજની પરિસ્થિતિએ કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં છે. જેનો લાભ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે. હવે દાહોદ તેમજ આસપાસના વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ બીલી પગપેસારો કર્યાે છે. છેલ્લા કેટલાંય સમયથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવા વારંવાર દાહોદ આવી રહ્યાં છે. આ સાથે ઈશુદાન ગઢવી દાહોદ આવી અન્ય પક્ષમાંથી પોતાના પક્ષમાં લોકોને જાેડી રહ્યાં છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારમાં થોડાક સમય પહેલાજ જન થયેલા ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે, બાપમાંથી કેટલાક હોદ્દેદારોને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. આજે બાપ પાર્ટીના નેતા રાજુ વળવાઈએ પણ પાર્ટીને રામ રામ કરી ઝાડુ હાથમાં લઈ લીધું છે. અને દાવો કરી રહ્યાં છે કે, આવનાર સમયમાં આદિવાસી વિસ્તારમાંથી આવનાર સમયમાં ભાજપને સાફ કરી દેેશે. પરંતુ હમણા ઈલેક્શનને સમય બાકી છે. પરિસ્થિતિ, સંજાેક, સમીકરણો કેવા રચાય છે. ઉમેદવારોની પસંદગી કેવી રીતે થાય છે, કોણ ઉમેદવારો મેદાનમાં આવે છે, ત્યાર બાદ ચુંટણી ચીત્ર સ્પષ્ટ થશે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યાં અનુસાર, આદિવાસી સમાજના ખરા હિતેચ્છુઓ તેમની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ તેમનું શોષણ કર્યુ છે. આ તરફ ભારતીય જનતા પાર્ટી પણ કેન્દ્ર અને રાજકીય યોજનાઓ દ્વારા આદિવાસીઓના ખરા હિતેચ્છુઓ હોવાના દાવાઓ કરી રહી છે. તો કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી નહીં પરંતુ ભાજપ તરીકે વિકલ્પ તરીકે ફક્ત કોંગ્રેસ પાર્ટી ઉભી છે તેવા દાવાઓ કરી રહી છે. ત્યારે હવે આવનારા સમયમાં પ્રજા કોને સત્તા સ્થાને બેસાડે છે. કોને પાણીચું આપે છે તે આગળ જતાં બહાર આવશે અત્યારે તો આદિવાસી વિસ્તાર રાજકારણનું કેન્દ્ર બિન્દુ બની ગયું છે. રાજ્યના ૩૯ વિધાન સભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. રાજ્યમાં ૧૫ ટકા વસ્તી આદિવાસી સમાજની હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો આદિવાસી સમાજની પ્રભુત્વ ધરાવતી બેઠકો અંકે કરવા માટે સોગટાબાજી ગોઠવી રહ્યાં છે. ત્યારે હવે આવનારા સમયમાં રાજકીય સમીકરણો કેવા રચાય છે. તે હવે જાેવું રહ્યું.
