*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ* *દાહોદ જિલ્લાના 18,945 ખેડૂતોએ અપનાવી ઝેર મુક્ત ગાય આધારીત પ્રાકૃતિક ખેતી*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ*

*દાહોદ જિલ્લાના 18,945 ખેડૂતોએ અપનાવી ઝેર મુક્ત ગાય આધારીત પ્રાકૃતિક ખેતી*

દાહોદ તા. ૨૫

જિલ્લાના તમામ ગામોમાં આત્મા પ્રોજેક્ટના દ્વ્રારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂતોને વિવિધ યોજના હેઠળ સહાયરૂપ બની પ્રાકૃતિક ખેતી તરફ લાલવાના સફળ પ્રયાસ કરવામાં આવ્યા જેમાં દાહોદ જિલ્લાના ૧૮ હજારથી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા સમગ્ર દાદોદ જિલ્લો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે દરેક ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની સમયાંતારે વિવિધ તાલીમોનું આયોજન કરી ખેડૂતોને ગાય આધારીત તાલીમ આપવામાં આવી રહી છે.

ગામડાઓમાં તાલીમ દરમિયાન દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગેની સમજણ આપવામાં આવે છે જેમાં જીવામૃત ,ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર સહિતના પાંચ આયામો અંગેની સમજણ આપવામાં આવી હતી. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન અને લોકોને થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવે છે.

સાથે તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત તેનો છંટકાવ કરવો સાથે તેના ઉપયોગ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ ખેડુતો મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી માર્ગદશન આપવામાં આવી રહ્યું છે.

Share This Article