રાજેશ વસાવે :- દાહોદ
*નગરપાલિકા ઉદ્યાન દાહોદ ખાતે સ્વદેશી મેળાનો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોરના હસ્તે શુભારંભ*
*હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી થી ૦૨ માર્ચ દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન*
દાહોદ તા. ૨૩
દાહોદ: શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી નિમિત્તે શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળા – વોંકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દાહોદ નગરપાલિકા દ્વાર કેશવ માધવ રંગ મંચ પાછળ, નગરપાલિકા ઉદ્યાન દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર તથા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરના વરદ હસ્તે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોના ૫૦ જેવા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જે તમામ સ્ટીલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામા આવી તથા તમામ સ્ટોલ ધારકોનો સ્વદેશી વસ્તુઓ અને બનાવટ અંગે અભિપ્રાય લીધો હતો. તેમજ નગરપાલિકા દ્વારા સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી નીરજભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ શ્રીમતિ શ્રધ્ધાબેન, ચીફ ઓફિસરશ્રી દીપસિહ હઠીલા, કારોબારી ચેરમેનશ્રી હિમાંશુભાઈ બબેરિયા , સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી તેમજ અન્ય વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સદસ્ય શ્રી ઓ અને દાહોદ નગરપાલિકાના અધિકારીગણ, કર્મચારીગણ, નાગરિકો તેમજ મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા
000
