રાજેશ વસાવે :- દાહોદ
*નસીરપુર સબ સેન્ટરની મુલાકાત લેતા દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી*
*ધારાસભ્યશ્રીએ સબ સેન્ટરમાં મળતી આરોગ્ય સેવાઓ અંગેની આરોગ્ય કર્મચારીઓ સાથે કરી સમીક્ષા*
*ધારાસભ્યશ્રીએ આરોગ્ય કાર્યક્રમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે કર્યા સૂચનો*
દાહોદ તા. ૯
દાહોદના લોકલાડીલા ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાના સબ સેન્ટર નસીરપુર ખાતે આકસ્મિક મુલાકાત લાધી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ સબ સેન્ટર લેવલે નિભાવાતા વિવિધ રજીસ્ટરો તેમજ OPD રજીસ્ટરની તપાસ કરી આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી મેળવી હતી.
દાહોદ જિલ્લામાં ચાલી રહેલા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓ અંગે વિશેષ માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સગર્ભા માતાઓને મળતા લાભો, તેમની નિયમિત તપાસ તેમજ ડિલિવરી માટેની સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સેન્ટરમાં મળતી તમામ આરોગ્ય સેવાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ આરોગ્ય કાર્યક્રમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
