રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના અલગ અલગ વિસ્તારોમાંથી BSNL ના કેબલો ચોરાયા,
દાહોદ શહેરના વિસ્તારમાંથી 2,38,000 ના કેબલો ચોરાતા ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૦૯
દાહોદ શહેરના બસ સ્ટેશન રોડ વિસ્તાર થી લઈ દાહોદ શહેરમાં અલગ અલગ જગ્યાએથી અજાણ્યા ચોર ઈસમો દ્વારા ધાતુના કેબલો વિગેરે મળી આશરે 2,38,620 નો મુદ્દામાલ ચોરી કરી લઈ નાસી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
Bsnl કંપનીના નેટવર્ક માટે દાહોદ શહેરમાં પ્રથમ દાહોદ બસ સ્ટેશન રોડ આર.એલ. એન્ડ પંડ્યા સ્કૂલ બહાર તથા દાહોદ શહેરમાં બીજી અલગ અલગ જગ્યાએ સ્થાપવામાં આવેલ પીલરો જેમાં અલગ અલગ પેરના કેબલ તથા પેરસિટી બ્લોક ઉપર લગાવેલ ક્રોન તથા કેબલ નું ટર્મિનેશન કરેલ જે કુલ 11 પીલરોમાંથી ક્રોન નંગ.1000 જેની કુલ કિંમત ₹ 2,38,620 નો મુદ્દામાલ ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતા bsnl કંપનીના કર્મચારીઓ તાત્કાલિક દાહોદ શહેરમાં સ્થળ તપાસ માટે દોડી ગયા હતા. આતો માત્ર આટલા સ્થળોની તપાસ દરમિયાન ચોરી માલુમ પડી છે ત્યારે અન્ય અલગ અલગ વિસ્તારોમાં કેટલી ચોરી થઈ હશે? તે હાલ તપાસનો વિષય બન્યો છે.
આ સંબંધે જુલિયન જેમ્સ મેકવાન દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
