*દેવગઢ બારીયાના રામા ગામે પ્રાકૃતિક કરતા ખેડૂતશ્રી બુધાભાઈ બારીયાના ખેતરની મુલાકાતે આવ્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ* *વિદ્યાર્થીઓને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેના આયામો ટપક સિંચાઈ, ટનલ પદ્ધતિ, મિશ્ર પાક સહિતની ખેતીથી કર્યા માહિતગાર*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દેવગઢ બારીયાના રામા ગામે પ્રાકૃતિક કરતા ખેડૂતશ્રી બુધાભાઈ બારીયાના ખેતરની મુલાકાતે આવ્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ*

*વિદ્યાર્થીઓને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેના આયામો ટપક સિંચાઈ, ટનલ પદ્ધતિ, મિશ્ર પાક સહિતની ખેતીથી કર્યા માહિતગાર*

*વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર અને દવા આધારિતની ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશેનો તફાવત અને પ્રકૃતિ ખેતીના ફાયદાઓ વિશે આપી માહિતી*

દાહોદ તા. ૭

દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના ખેડૂત શ્રી બુધાભાઈ બારીયા ૨૦૧૬માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ વિવિધ જગ્યાએ તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી. આજે તેમનું ખેતર એક મોડલ ફાર્મ તરીકે ઓળખાય છે ત્યારે આસપાસના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લેવા આવે છે સાથે તેઓને તેમની પત્ની નીતાબેન બારીયા કૃષિ સખી તરીકે આસપાસના ત્રણ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમો આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળી રહ્યા છે.

જાસુડા ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ખેડૂત શ્રી બુધાભાઈ બારીયા અને તેમની પત્ની નીતાબેન બારીયાના પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતીનો તૈયાર થયેલ મોડલ ફાર્મ ને જોવા અને ગાય તારીખ પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મેળવવા માટે મુલાકાત લીધી હતી. બાળકોને પ્રાકૃતિક ખેતી વિશેના આયામો ગાય આધારિત અને વનસ્પતિ માંથી બનતી જંતુનાશક દવાઓ સાથે જ ખેતીની વિવિધ પદ્ધતિઓ જેવી કે, ટપક સિંચાઈ પદ્ધતિ, ટનલ પદ્ધતિ, મિશ્ર પાક પદ્ધતિ, સાથે જ ખેતી વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ખેડૂત શ્રીમતી નીતાબેન બારિયા દ્વારા વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર અને કેમિકલ વાળી દવાઓ અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત અને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. 

000

Share This Article