*ધાનપુરમાં “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ અને શાળા જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
“ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ”
દાહોદ તા. ૫
ધાનપુર તાલુકાના ધાનપુર ખાતે હાટ બજારમાં “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. બી.પી. રમણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ અભિયાન અંતર્ગત ધાનપુર હાટ બજારમાં ભવાઈ દ્વારા લેપ્રસી, ટીબી, મેલેરિયા, સિકલસેલ અને એચ.આઈ.વી. જેવી બીમારીઓ અંગે જનસામાન્યમાં જાગૃતિ ફેલાવવામાં આવી. સાથે સાથે એકલવ્ય આશ્રમ શાળા, પીપેરોમાં પણ વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસરશ્રી ડૉ. શોભના મુનિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવાના સુપરવાઈઝરશ્રી, સી.એચ.ઓ., લેપ્રસી, ટીબી, મેલેરિયા સુપરવાઈઝર, સિકલસેલ તથા એચ.આઈ.વી. કાઉન્સેલર તેમજ પ્રા.આ.કે. રાછવાના સ્ટાફની ઉપસ્થિતિ રહી.
ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમ્યાન “સ્પર્શ” જન જાગૃતિ અભિયાન અંતર્ગત હાટ બજાર, શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર-પ્રસાર, પ્રત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોમાં ગંભીર રોગો અંગે સમયસર જાણકારી અને જાગૃતિ ફેલાઈ શકે.
*“ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ”ના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે.
