કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું:સંજેલી કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને 3 વર્ષની કેદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે બળજબરી અને મારપીટના કેસમાં પિતા, ભાઈ અને પતિ દોષિત ઠર્યા

Editor Dahod Live
2 Min Read

કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું:સંજેલી કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને 3 વર્ષની કેદ

મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે બળજબરી અને મારપીટના કેસમાં પિતા, ભાઈ અને પતિ દોષિત ઠર્યા

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લાના સંજેલીમાં ચારેક વર્ષ પહેલા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું તેમના પિતા, ભાઈ અને પતિ દ્વારા કોર્ટ સંકુલની બહારથીજ અપહરણ કરી માર માર્યાના બનાવ બાદ આ કેસનો ચુકાદો ગતરોજ આવ્યો હતો જેમાં સંજેલીની નામદાર કોર્ટ દ્વારા આરોપી પિતા, ભાઈ અને પતિને ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ત્રણ વર્ષની કેદની સજાની સાથે સાથે દરેક આરોપીને રૂપીયા ૧૦૦૦ના દંડનો હુકમ ફરમાવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

 

ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ-૨૦૦૫ના કેસમાં કોર્ટમાં આવેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉર્વશીબેન જયેશભાઈ પટેલ (રહે.તોયણી, નિશાળ ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ. જિ.દાહોદ)નું કોર્ટ સંકુલ પરિષરમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલના પિત ભીમસિંહ મગનભાઈ પટેલ, ભાઈ મયુરભાઈ ભીમસિંહ પટેલ (બંન્ને રહે.પંચેલા નિશાળ ફળિયું,તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને મહિલા પોલીસ કોન્સ્ટેબલના પતિ જયેશભાઈ ખુમાભાઈ પટેલ (રહે.તોયણી, નિશાળ ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.હોદ)એ મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરી લઈ ગયાં હતાં. ગત તા.૧૯.૦૮.૨૦૨૩ના રોજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉવંશીબેન જયેશભાઈ પટેલ તેમના પતિ વિરૂધ્ધ સંજેલી કોર્ટમાં કરેલ ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ મુજબની અરજી સંદર્ભે ઉવંશીબન પટેલ હાજર થયાં હતાં. તે સમયે સમાધાનની વાતચીત, ચર્ચા-વિચારણા કરવા તેમના વકીલની હાજરીમાં આરોપીઓ જયેશભાઈ પટેલ, ભીમસિંહ પટેલ અને મયુરભાઈ પટેલનાઓએ ઉવંશીબેન પટેલની મરજી વિરૂધ્ધ ઉવશીબેનને ફોર વ્હીલર ગાડીમાં બળજબરીપુર્વક બેસાડી ઉર્વશીબેનને તેમની સાસરી તોયણી મુકામે લઈ ગયાં હતાં જ્યાં ઉવંશીબેનને માર મારવામાં આવ્યો હતો. બનાવ બાદ પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને પકડી પાડી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ઉર્વશીબેન પટેલે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ કેસનો ચુકાદો સંજેલી કોર્ટમાં ચાલતો હતો અને ગતરોજ સંજેલીની નામદાર કોર્ટમાં આ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં ઉવર્શીબેનના પતિ જયેશભાઈ પટેલ, પિતા ભીમસિંહ પટેલ અને ભાઈ મયુરભાઈ પટેલને કોર્ટે આરોપી ઠેરવી ત્રણેયને ત્રણ વર્ષની સજાની સાથે સાથે ૧૦૦૦ના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.

Share This Article