બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એસ.સી મોરચાના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો*
*ભાજપ જિલ્લા મહામંત્રી બાબુભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાયો*
સુખસર,તા.4

ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લા એસ.સી મોરચાના નવનિયુક્ત પ્રમુખ સુરેશભાઈ ભુરાભાઈ ચૌહાણ સિંગવડ તથા નવનિયુક્ત બંને મહામંત્રીઓ વિજયભાઈ અને મુકેશભાઈ ખાગુડા નો કમલમ કાર્યાલય ખાતે પદગ્રહણ સમારોહ દાહોદ જિલ્લા ભાજપા મંત્રી બાબુભાઇ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં ધાનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ વહોનીયા ,સિંગવડ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરણભાઈ વણઝારા,સિંગવડ તાલુકા બીજેપી પ્રમુખ મહેશભાઈ બારીયા, એસ.સી મોરચાના પૂર્વ પ્રભારી ભરતભાઈ શ્રીમાળી તેમજ મધ્ય ગુજરાત અનુસુચિત જાતિ કેળવણી મંડળના મંત્રી કિરણસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. નવનિયુક્ત પ્રમુખશ્રી સુરેશભાઈએ મોરચાને કાર્યવંત કરી ધબકતો રાખવા અને પાર્ટીના તમામ મોરચામાં સર્વશ્રેષ્ઠ મોરચા તરીકે ભવિષ્યમાં નામના મેળવે તેવા પ્રયત્ન કરવા માટે ઉપસ્થિત તમામ કાર્યકરોને અપીલ કરી હતી.આ પ્રસંગે કરણભાઈ વણઝારા.ભરતભાઈ શ્રીમાળી, કિરણસિંહ ચાવડા,રમેશભાઈ સોલંકી એ પ્રાસંગિક પ્રવચન કરી પાર્ટીને મજબૂત કરવા સૌને હાકલ કરી હતી. આભાર વિધિ મોરચાના મહામંત્રી મુકેશભાઈ ખાગુડા એ કરી હતી.આ પ્રસંગે એસ.સી મોરચાના તાલુકાના પ્રમુખો,મંત્રીઓ તેમજ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
