બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના સાગડાપાડા ગામેથી દાહોદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ ઝડપી એક આરોપીની ધરપકડ*
*લીલા ગાંજાના છોડ નંગ 62 જેનું વજન 3.560 કિલો ગ્રામ કિંમત*
*રૂ 1,78,000 નો મુદ્દામાલ કબજે કર્યો*
સુખસર,તા.4

સુખસર તાલુકાના સાગડાપાડા ગામે એક ખેડૂતના ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની દાહોદ એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા લીલા ગાંજાના છોડ મળી આવતા તે કબજે લઈ ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના સાગડાપાડા ગામ ના નવાધરા ફળીયામાં રહેતા ભૂંડા ભાઈ નાથાભાઈ મછારનાઓના ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની દાહોદ એસ. ઓ.જી પોલીસને બાતમી મળતા એસ.ઓ.જી પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ખેતરમાં એક વ્યક્તિ મળી આવેલ.જેનું નામ પૂછતા ભૂંડાભાઈ નાથાભાઈ મછાર હોવાનું જણાવેલ.જ્યારે ખેતરમાં તપાસ કરતા તેના ખેતરમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ 62 મળી આવ્યા હતા.જેનું વજન કરતા 3.560 ગ્રામ થયું હતું. જ્યારે તેની કિંમત રૂપિયા 1,78,000 નો મુદ્દામાલ દાહોદ જિલ્લા એસ.ઓ. જી પોલીસે કબજે લઈ ભૂડાભાઇ નાથાભાઈ મછારની વિરુદ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ 1985 ની કલમ 20 (એ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
