હોળી પહેલા ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી, ઝરી બુઝર્ગ ગામેથી દારૂની હેરાફેરી કરતી તુફાન ઝડપાઈ. સબ હેડ: ગરબાડા પોલીસે તુફાન ગાડીમાં હેરાફેરી કરાતો ચાર લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

હોળી પહેલા ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી, ઝરી બુઝર્ગ ગામેથી દારૂની હેરાફેરી કરતી તુફાન ઝડપાઈ.

સબ હેડ: ગરબાડા પોલીસે તુફાન ગાડીમાં હેરાફેરી કરાતો ચાર લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 

દાહોદ તા. ૪

દાહોદ જિલ્લા ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ મથકના પીઆઇ એસએમ રાદડિયા તેમજ પોલીસ સ્ટાફના માણસો હોળીના તહેવારને અનુલક્ષીને વોન્ટેડ આરોપી લિસ્ટેડ બુટલેગરો ને ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગરબાડા પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે ઝરી બુઝર્ગ ગામે એક તોફાન ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે જે બાતમીના આધારે ગરબાડા પોલીસે વોચ ગોઠવી હતી અને દારૂ ભરેલી તુફાન ગાડી ઝડપી પાડી હતી જેમાં પોલીસે તુફાન ગાડીમાંથી 4,32,470 નો વિદેશી દારૂનો જતો જપ્ત કર્યો હતો. ગરબાડા પોલીસે 8,35,440 નો મુદ્દા માલ જપ્ત કરી. વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાંથી અવનવા કીમિયા અજમાવીને બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડતા હોય છે પરંતુ ગરબાડા પોલીસ સક્રિય બની છે અને આવાજ બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ નકલવાના ચક્રો ગતિમાન કર્યા છે

Share This Article