દાહોદ જિલ્લા ભાજપાના મહામંત્રીનુ ફેસબુક આઇડી હેક કરી 15,000ની માંગ

Editor Dahod Live
1 Min Read

મહામંત્રી મુશકેલીમા મુકાયા

દાહોદ જિલ્લા ભાજપાના મહામંત્રીનુ ફેસબુક આઇડી હેક કરી 15,000ની માંગ

ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો,સાંજે પરત કરવાના મેસેજ મોકલ્યા

મિત્રો,કાર્યકર્તાઓના ફોન આવતા જાણ થઈ,નાણા ટ્રાન્સફર ન કરવા વિડીયો વાયરલ કરવો પડયો

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીનુ ફેસબુક આઇડી હેક કરાયુ છે.ત્યારબાદ હેકર્સે નાણાની માંગણી કરી હતી.જેથી મહામંત્રી પર ફોન આવવા લાગતા તેમને જાણ થતા સોશ્યલ મીડીયા મારફતે આવા કોઈ નાણા ટ્રાન્સફર ન કરવા અપીલ કરવી પડી હતી.

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એકઝીકયુટિવ મેમ્બર નરેન્દ્રભાઈ સોની નું ફેસબુક આઇડી આજરોજ કોઈક અજાણ્યા ભેજાબાજો દ્વારા હેક કરી દેવામાં આવ્યું હતું .તેઓના ફેસબુક આઇડીના માધ્યમથી અજાણ્યા ઇસમો દ્વારા ઘણા લોકો પાસેથી નાણાકીય માંગણી કરી હતી.માત્ર 15,000 રુ ઓન લાઇન ટ્રાન્સફર કરવાની માગણી કરાતા મહામંત્રી પર તેમના મિત્રો,સંબંધીઓ તેમજ કાર્યકરોના ફોન આવવા લાગ્યા હતા.જેથી તેમને આ અંગેની જાણકારી થઈ હતી.જેથી તેઓએ સોશીયલ મિડીયા પર એક વિડીયો વાયરલ કરી પોતાનું ફેસબુક આઇડી હેક થઈ ગયું છે અને અજાણ્યા ભેજાબાજો દ્વારા લોકો પાસેથી નાણાની માંગણી કરી રહ્યા હોવાની સ્પષ્ટતા કરી કોઈપણ વ્યક્તિઓએ પોતાના નામે ફેસબુકના માધ્યમથી નાણાકીય વ્યવહાર નહી કરવા જણાવ્યુ છે.

Share This Article