જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો*

*ઓનલાઈન માધ્યમથી મળેલી વ્યક્તિગત અને જાહેર સુખાકારીના પ્રશ્નોની ૦૪ અરજીનો સુખદ નિકાલ*

દાહોદ તા. ૨૨

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખ અભિગમ આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી કુલ ૦૪ ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. આ સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને પ્રશાસન વચ્ચે વિશ્વાસનો સેતુ બની રહ્યો છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત પ્રશાસનને વધુ મજબૂતી મળી રહી છે. 

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા,પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પ્રથિક દવે, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી દીપસિંહ હઠીલા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પટેલ, જિલ્લા કક્ષા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Share This Article