રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી ભાગેલો ટ્રક ચાલકનો ફિલ્મીઢબે પીછો:PI ઉપર પથ્થરમારો,
વાહન ચેકિંગ દરમિયાન ભાગેલા આઇશર ટ્રક ચાલકને પોલીસે ઝડપી લીધો,
PI ઉમેશ ગાવીત ગંભીર રીતે ઇજાગ્રસ્ત – અમદાવાદ રિફર
દાહોદ તા.27

દાહોદના ખંગેલાં આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ટ્રક ચાલકે કતવારા પોલીસ મથકના પીઆઈ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં MP થી દાહોદ આવી રહેલા આઇશર ટ્રક ચાલકે આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જોઈને ભાગ્યો હતો. દરમિયાન કતવારા પી.આઈએ વ્રત ચાલકનો ફિલ્મીઢબે પીછો કરતા પ્રચલક ટ્રક સાઈડમાં ઊભી રાખી ખેતરમાં ભાગ્યો હતો. આ સમયે પીઆઇ પર તેની પાછળ ભાગતા અંધારામાં ટ્રક ચાલકે પી.આઈ ઉપર પથ્થર વરસાવતા તેમના આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ પોલીસે ટ્રક ચાલકને પકડી લીધો હતો અને ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા ડીવાયએસપી,LCB,SOG પોલીસે પકડાયેલા ટ્રક ચાલકની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. તેમજ તેની વિરુદ્ધ ઓન ડ્યુટી પોલીસ અધિકારી ઉપર હુમલો કરવાના બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 31મી ડિસેમ્બરને લઈને બોર્ડર ઉપર પોલીસ ખૂબ જ સક્રિય બની છે.જે અંતર્ગત રાત્રિના બાર વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશ ગુજરાતની આંતરરાજ્ય ખંગેલા ચેકપોસ્ટ પર દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં ઊભા હતા. દરમિયાન મધ્યપ્રદેશના ઝાબુઆનો રહેવાસી અંકુશ હેમરાજ ડામોર
રે.ઝાબુઆ પોતાના કબ્જા હેઠળની MH.18.BG.1820 આઇસર ગાડીમાં ધારથી વટાણા ભરી દાહોદ આવતી વેળાએ બોર્ડર ઉપર પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકી હતી. જે બાદ કતવારા પોલીસ મથકના પીઆઇ ઉમેશ ગાવીત તેમજ તેમનો પોલીસ કાફલો તેની પાછળ દોડ્યો હતો. દોઢ કિલોમીટર આગળ જઈ ટ્રક ચાલક અંકુશ ડામોરે ટ્રક સાઈડમાં ઉભી રાખી ખેતરમાં ભાગ્યો હતો. અને પીઆઇ ઉમેશ ગાવીત તેમજ પોલીસ જવાનો તેની પાછળ દોડ્યા હતા. દરમિયાન અંકુશ ડામોરે પીઆઇ ઉપર પથ્થરમારો કરતા પી.આઈ ઉમેશ ગાવીતના આંખના ભાગે તેમના આંખના ભાગે લોહી નીકળતા લોહી લુહાણ અવસ્થામાં પડ્યા હતા. જોકે પાછળ આવી રહેલા પોલીસ જવાનોએ અંકુશ ડામોરને ઝડપી લીધો હતો. અને ઇજાગ્રસ્ત પીઆઈ ગાંવિતને દાહોદના કે.કે શાહ સર્જીકલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ડીવાયએસપી જગદીશ ભંડારી, કેશો જી પી આઈ સિદ્ધરાજસિંહ રાણા, એલસીબી પીઆઇ સંજય ગામેતી કતવારા ખાતે દોડી આવ્યા હતા.અને ઉપરોક્ત ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો હતો
*વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર માટે સિલ્ક રૂટ બનતો ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે.!*
છેલ્લા કેટલાક સમયથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર વધવા પામી છે.મધ્ય પ્રદેશ,રાજસ્થાન, દિલ્હી,હરિયાણા, પંજાબના રાજ્યોમાં બેઠેલા બૂટલેગરો તેમજ માદક પદાર્થોની હેરફેર કરનારા માફીયાઓ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેના રસ્તે ટ્રકોમાં, કન્ટેનરોમાં અવનવા કીમીયા અજમાવીને ગુજરાતમાં વિદેશી દારૂ તેમજ માદક પદાર્થો ઘુસાડવાના પ્રયાસ કરે છે પરંતુ પોલીસ બાદમીદારોના નેટવર્ક થકી અવારનવાર દારૂ અને માદક પદાર્થ ઝડપી લે છે. પોલીસે 31મી ડિસેમ્બરને અનુલક્ષીને એક જ મહિનામાં 12 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમ છતાંય બૂટલેગરો આ રૂટ ઉપરથી વિદેશી દારૂની હેરફેર માટે સક્રિય બનતા હોય છે.
