રાજેશ વસાવે :- દાહોદ
*અધિક નિવાસી કલેક્ટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યકમ યોજાયો*
*વહેલી તકે તમામ અરજીઓનો નિકાલ લાવવા અધિક નિવાસી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને આપી સુચના*
દાહોદ તા. ૨૪
દાહોદ જિલ્લાના લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ડિસેમ્બર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરીએ ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રી જે. એમ.રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ ડિસેમ્બર માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં FIR માં નામો દાખલ કરવા બાબત, ગેરકાયદેસર બાંધકામ બાબત, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાગી ઉત્કર્ષ યોજનાના લાભ ન મળવા બાબત, ઘુઘસ ગ્રામ પંચાયતના બાંધકામમાં નાંણાકીય ઉપાચત બાબત, જાહેર રસ્તાઓ પરના દબાણ દુર કરવા બાબત જેવા પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ તમામ અરજદારોના પ્રશ્નો અધિક નિવાસી કલેક્ટરશ્રી દ્વારા રૂબરૂ ધ્યાનથી સાંભળીને સંબંધિત અધિકારીઓને અરજદારો દ્વારા રજુ કરાયેલ પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં ઝડપી નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન આપવા સહીત સુચના આપી હતી.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દાહોદ નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ, મામલતદારશ્રી સુખસર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ફતેપુરા અને સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000