રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસે “તેરા તુજકો અર્પણ”અંતર્ગત ત્રણ લાખ ઉપરાંત મુદ્દામાલ માલિકોને પરત કર્યો.
દાહોદ તા.૨૦


દાહોદ ટાઉન એ ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ ત્રણ મોટર સાયકલ તેમજ ચોરાયેલ,ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ.૧૩ મળી કુલ કિંમત રૂપિયા ૩,૬૦,૯૯૭નો મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હ્યુમન તેમજ ટેકનિકલ સોર્ષના માધ્યમથી શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવતા અરજદારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.


દાહોદમાં ચોરાયેલ મોટર સાયકલ તેમજ ચોરાયેલ, ગુમ મોબાઇલ ફોન સબંધે ટેકનીકલ માહિતી એકત્રિત કરી ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવા સારુ દાહોદ એ ડિવિઝન પોલીસ પ્રયત્નશીલ હતી. જે અનુસંધાને દાહોદ ટાઉન એ ડીવિઝન પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ત્રણ મોટર સાયકલ ચોરીના ગુન્હાઓ હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સના આધારે તેમજ “નેત્રમ” દાહોદ મદદથી ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ ત્રણ મોટર સાયકલો કિંમત રૂ.૧.૦૫,૦૦૦ની રીકવર કરવામાં આવેલ હતી તેમજ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ ચોરી, મોબાઇલ ગુમ બાબતે સર્વેલન્સ ટીમ દ્વારા CEIR પોર્ટલ આધારે તથા ટેકનિકલ સોર્ષના માધ્યમથી મેળવેલ માહીતીનું એનાલીસીસ કરી ખોવાયેલ, ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ.૧૩ જેની કિંમત રૂપિયા ૨,૫૫,૯૯૭ના રીકવર કરવામાં આવેલ હતો

ત્યારે આજરોજ તારીખ ૧૯/૧૨/૨૦૨૫ના નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારી દાહોદનાઓની અધ્યક્ષતામાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રીકવર કરેલ ૦૩ મોટર સાયકલ તથા રીકવર કરેલ ૧૩ મોબાઇલઓ જેની કુલ કિંમત રૂ. ૩,૬૦,૯૯૭નો મુદ્દામાલ તેઓના મુળ માલીકને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત સોપવામાં આવ્યો હતો. આમ, સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્રને દાહોદ ટાઉન એ ડીવિઝન પોલીસે સાર્થક કરેલ છે.