રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત થઇ રહેલ કામગીરી અન્વયે બી.એલ.ઓ. એ દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડે સમક્ષ પોતાના અનુભવો રજુ કર્યા*
*રાત્રે મોડે સુધી આ કામગીરી કરીએ અને સવારે વહેલા ફરીથી એ માટે અમે નીકળી જતા. દાહોદ વહીવટી તંત્રએ અમારી પર ભરોસો મૂકી આ મહત્વની કામગીરી સોંપી, એને અમે અમારી ફરજ સમજીને કાર્ય ઝડપથી પૂર્ણ થયા એ માટે સતત કાર્યરત રહ્યા-બી.એલ.ઓ.*
દાહોદ તા. ૨૫
દાહોદ જિલ્લામાં તારીખ ૨૮ ઓક્ટોબરથી તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ-૨૦૨૬ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ બુથ લેવલ ઓફિસર્સ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ અને ભરેલ ફોર્મ પરત સ્વીકારવાની કામગીરી ચાલી રહેલ છે.
જેમાં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોના ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવી રહી છે. એ સાથે બાકી રહેલા મતદારોનું ગણતરી ફોર્મ સ્વીકારીને મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં શોધવામાં મદદ કરી રહ્યા છે. મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવાની સાથે ફોર્મ ભરવામાં પણ મદદ કરી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ. ને દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ રૂબરૂ મળીને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી એમની કામગીરીને બિરદાવી હતી. સાથે કલેકટરશ્રીએ સૌ બી.એલ.ઓ.ને આ કામગીરી સમય દરમ્યાન તેઓને થયેલા અનુભવો જાણ્યા હતા. તેમજ એ વિશે ચર્ચા કરી હતી. ત્યારે આ કામગીરી અન્વયે બી.એલ.ઓ. ને થયેલા અનુભવો અને પ્રતિભાવો આપણે એમના મુખે જ સ્વ-શબ્દોમાં સાંભળીએ.
૦૦૦