રાજેશ વસાવે :- દાહોદ
*મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-દાહોદ*
*દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરો, સુપરવાઇઝરને સન્માનિત કર્યા*
દાહોદ તા. ૨૫




મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ.ને દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ સન્માન પત્ર આપી સન્માનિત કરી એમની કામગીરીને બિરદાવી હતી. સાથે કલેકટરશ્રીએ સૌ બી.એલ.ઓ.ને આ કામગીરી સમય દરમ્યાન બી.એલ.ઓ. ને થયેલા અનુભવો જાણ્યા હતા.

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ (EF) પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી કરી રહેલા બુથ લેવલ ઓફિસર્સ (BLO) ને ઝડપી અને સારી કામગીરી કરવા પ્રોત્સાહન મળી રહે

તે માટે તેમના મતદાન મથકોના મતદારોની સંખ્યાને આધારે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ હોય તેવા બુથ લેવલ ઓફિસર્સને ઉત્કૃષ્ટ કામગીરી બદલ દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
૦૦૦