Thursday, 06/11/2025
Dark Mode

રાજસ્થાનમાં રેતીની માંગને લઈ રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ડમ્પરોનું કતારબંધ રાજસ્થાન તરફ પ્રયાણ. દાહોદમાં રાત્રિ દરમિયાન ધમધમતો ગેરકાયદેસર રેતીનો કાળો કારોબાર.!

November 5, 2025
        309
રાજસ્થાનમાં રેતીની માંગને લઈ રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ડમ્પરોનું કતારબંધ રાજસ્થાન તરફ પ્રયાણ.  દાહોદમાં રાત્રિ દરમિયાન ધમધમતો ગેરકાયદેસર રેતીનો કાળો કારોબાર.!

#DahodLive#

રાજસ્થાનમાં રેતીની માંગને લઈ રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ડમ્પરોનું કતારબંધ રાજસ્થાન તરફ પ્રયાણ.

દાહોદમાં રાત્રિ દરમિયાન ધમધમતો ગેરકાયદેસર રેતીનો કાળો કારોબાર.!

ખાણ ખનીજ વિભાગ તેમજ આરટીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.?

નંબર પ્લેટ વગરની ડમ્પર રોયલ્ટી પાસ વગરના, રાત્રિ દરમિયાન રેતી ખનન પ્રતિબંધિત છતાં આટલા મોટા જથ્થામાં રેતી ખનન.?

દાહોદ તા.૦૫રાજસ્થાનમાં રેતીની માંગને લઈ રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ડમ્પરોનું કતારબંધ રાજસ્થાન તરફ પ્રયાણ. દાહોદમાં રાત્રિ દરમિયાન ધમધમતો ગેરકાયદેસર રેતીનો કાળો કારોબાર.!

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાંથી રાત્રે નવ વાગ્યા પછી રેતી માફિયાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ધમધમે છે. જેમાં રોયલ્ટી પાસ કે પરમિટ વિનાના ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા છે.અને મુખ્ય માર્ગોને ખાડાઓથી ભરી દીધા છે. મોટા ભાગના ડમ્પરો નંબરપ્લેટ વિના ચાલે છે, જેથી રોયલ્ટી ચોરીમાં સરળતા રહે અને તપાસમાંથી બચી જવાય. આ રેતી દેવગઢ બારીયા તાલુકાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી ગેરકાયદેસર ખનન કરીને કાઢવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય બાબત છે કે રાત્રે પસાર થતા મોટા ભાગના રેતી ભરેલા ડમ્પરો રોયલ્ટી પાસ વિનાના હોય છે અને તેમાંથી મોટા ભાગના રાજસ્થાન તરફ જતા હોય છે. રાજસ્થાનમાં ગુજરાતી રેતીની વધતી માંગને કારણે માફિયા રાતના અંધારામાં તંત્રને ચકમો આપીને વેપાર ચલાવે છે. નદીમાંથી તાજી કાઢેલી પાણીવાળી લીલી રેતીથી ભરેલા ડમ્પરોમાંથી ટપકતું પાણી રોડને કાદવમય બનાવે છે

રાજસ્થાનમાં રેતીની માંગને લઈ રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ડમ્પરોનું કતારબંધ રાજસ્થાન તરફ પ્રયાણ. દાહોદમાં રાત્રિ દરમિયાન ધમધમતો ગેરકાયદેસર રેતીનો કાળો કારોબાર.!

અને તેની મજબૂતી ઝડપથી ખતમ કરે છે. ઓવરલોડ વજનથી રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે. જેના લીધે આ માર્ગો પર અકસ્માતનો ખતરો વધી ગયો છે. એટલું જ નહીં આરટીઓ વિભાગના અધિકારીઓ રાત્રે પણ લીમખેડા તેમજ દેવગઢબારિયા દાહોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે, પરંતુ નંબર પ્લેટ વિનાના તેમજ ઓવરલોડ ડમ્પર ચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. બેફામ દોડતા રેતીના ડમ્પર ચાલકોના કારણે લીમખેડાના નગરજનો હેરાન-પરેશાન થયા છે અને અકસ્માતનો ખતરો વધી ગયો છે. અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, જ્યારે પથરાયેલી રેતીથી ધૂળ ઉડીને આરોગ્યને નુકસાન પહોંચાડે છે.આ ગેરકાયદે ખનનથી સરકારને લાખો રૂપિયાનું રાજસ્વ ગુમાવવું પડે છે. નદીના કિનારા ખોદાઈ જતાં પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. વેપારીઓનો વેપાર અટકી પડ્યો છે, કારણ કે ખરાબ રસ્તાને લીધે ગ્રાહકો આવવામાં હિચકતા રહે છે. ગેરકાયદેસર થતું રેતી વહન અટકાવવા માંગ ઉઠી રહી છે. આવા ખનન માફિયાઓ સાથે તંત્ર લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. રાત્રે

આવા વાહનો ડિટેઈન કરવાની કાર્યવાહી કરાશે :RTO સી.ડી.પટેલ 

લીમખેડામાંથી પસાર થતા ઓવરલોડ અને નંબર પ્લેટ વિનાના રેતીના ડમ્પરો બાબતે દાહોદ RTO સી.ડી.પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ઓવરલોડ અને નંબર પ્લેટ વિનાના રેતીના ડમ્પરોને ઝડપી પાડવા પોલીસની ટીમ સાથે રાખીને આવા વાહનો ડિટેઈન કરવાની કાર્યવાહી કરવામા આવશે.

ગેરકાયદેસર રેતી ખનન કરતા પકડાશે તો દંડ કરીશું:ભૂસ્તર શાસ્ત્રી વિપુલ સોલંકી

ગેરકાયદેસર રીતે રોયલ્ટી વિના પસાર થતા રેતીના ડમ્પરો બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી વિપુલ સોલંકી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, અમારી ટીમ સતત દેવગઢ બારીઆ વિસ્તારમા પેટ્રોલિંગ કરતી હોય છે અને છેલ્લા ત્રણ દિવસમા 6 ડમ્પરો પકડવામા આવ્યા છે, ગેરકાયદેસર રેતી ખનન કરતા પકડાશે તો દંડ સહિતની કાર્યવાહી કરીશુ તેમ જણાવ્યુ હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!