દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ લોકટોળાના હુમલામાં ઈજાગ્રસ્ત એ.એસ.આઈ સુભાષભાઈના તબિયતની પૃચ્છા કરી
દાહોદ તા. ૨૯
ઝાલોદ ડિવિઝનના ચાકલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સુભાષ નીનામા અકસ્માત થયેલ વ્યક્તિને પેથાપુર ખાતે સી.એચ.સી સેંટર લાવેલ હતા અને અકસ્માત થયેલ સ્થળ પર થી અકસ્માત થયેલ વાહનો હટાવી લીધેલ હતા તેને લઈ અકસ્માતમાં મરણ થયેલ વ્યક્તિના અંદાજીત પચાસ જેટલા પરિવારજનો દ્વારા એ.એસ.આઈ સુભાષ પર પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો જેને લઈ તેઓની તબિયત લથડી ગયેલ હતી જેને લઈ સુભાષભાઈને તાત્કાલિક ઝાલોદ ખાતે આવેલ સાજી હોસ્પિટલમા દાખલ કરેલ હતા. તેઓને શરીરના અંદરની માર વાગતા તેઓને શરીરમાં બેચેની અને દુખાવો વધુ રહેતા તેઓને તાત્કાલિક ઝાલોદની રાધિકા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ટોળાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ સુભાષભાઈના ખબર અંતર પૂછવા રાધિકા હોસ્પિટલ ખાતે આવેલ હતા. પોલીસ અધિક્ષક દ્વારા ડોક્ટર સાથે પણ તેઓની તબિયત માટે વાતચીત કરી હતી તેમજ સુભાષભાઈના સારવાર માટે વિશેષ ધ્યાન આપી પૂરી તકેદારી રાખે તેવી ટકોર કરેલ હતી. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ સુભાષભાઈના પરિવારજનો ને કહ્યું હતું કે પોલીસ પરિવાર આ દુઃખની ઘડીમાં તેઓની સાથે છે તેમજ પરિવારજનો ને કોઈપણ પ્રકારની કોઈપણ તકલીફ કે કોઈ કામગીરી હોય તો તુરંત તેઓને જણાવવા કહ્યું હતું. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાથે ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ પણ હાજર રહેલ હતા.