Thursday, 06/11/2025
Dark Mode

નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા — મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો. એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો;

October 28, 2025
        1063
નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા — મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો.  એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો;

નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા — મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો.

એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો;

પોલીસ રિમાન્ડ દરમિયાન નકલી બિનખેતી હુકમો અને રેકેટની ખુટતી કડીઓ બહાર આવવાની આશા.

દાહોદ તા.27

નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા — મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો. એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો;

નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને NA પ્રકરણમાં મુખ્ય જોડતી કડી કે મુખ્ય સૂત્રધાર ગણાતા રામકુમાર સેવક રામ પંજાબી ઉર્ફે રામુ પંજાબીને પોલીસે આખરે અમદાવાદ થી દબોચી લીધો છે. ઉપરોક્ત આરોપી છેલ્લા કેટલાય મહિનાથી પોલીસને હાથ તાળી આપી દેશના વિવિધ રાજ્યોમાં ભાગી રહ્યો હતો પરંતુ આખરે પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે આ પકડાયેલા રામુ પંજાબીએ પોલીસની પ્રારંભિક પૂછપરછમાં જ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. સાથે હવે પોલીસ આ નકલી NA પ્રકરણમાં ખુટતી કડીઓને જોડવા અને રામુ પંજાબીનું આ સમગ્ર રેકેટમાં શું ભૂમિકા હતી. કેટલા લોકો તેની સાથે સામેલ હતા. તે અંગેના રહસ્ય ઉપરથી પૂછપરછ ના અંતે પડદો ઉઠાવશે. 

નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા — મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો. એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો;

દાહોદમાં બિનખેતીના ખોટા હુકમોના આધારે સીટી સર્વેમાં એન્ટ્રી પડાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવાનો કૌભાંડ સામે આવ્યો હતો જેમાં ગત વર્ષ મેં 2024માં દાહોદ તાલુકાના સાંગામાં આવેલી રેવન્યુ સર્વે નંબર 373/1/1/4 વાળી જમીનમાં બિનખેતીના ખોટા હુકમ મળી આવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી સહિત છ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો જેમાં મહેસુલ વિભાગના નાયબ ક્લાર્ક તેમજ ઓપરેટર પણ સામેલ હતા. આ કેસમાં જે તે સમયે એક પછી એક બધાની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવાયા હતા પરંતુ રામુ પંજાબી નકલી એને પ્રકરણમાં પ્રથમ ફરિયાદ દાખલ થતા ની સાથે જ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા એક વર્ષ ઉપરાંત થી પોલીસને હાથ તાળી આપી દેશના જુદા જુદા શહેરો તેમજ દેવસ્થાનોમાં આશ્રય લઈ રહ્યો હતો આ દરમિયાન પોલીસે ઉપરોક્ત રામુ પંજાબીનો સાયા ની જેમ પીછો કર્યો હતો પરંતુ દરેક વખતે એ પોલીસને હાથ તાળી આપવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે રામુ પંજાબી ની મિલકત જપ્તી માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ તેમ છતાં તેનો કોઈ પતો ન લાગ્યો હતો. આ સમયગાળામાં રામુ પંજાબીની તરફેણમાં વકીલ દ્વારા જામીન અરજીઓ મુકવામાં આવી રહી હતી. આ સમગ્ર પ્રકરણમાં એક તરફ પોલીસ એક પછી એક ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી રહી હતી તે દરમિયાન દત્રોજ પોલીસને બાતમી મળી હતી કે રામુ પંજાબી અમદાવાદ ખાતે તેના વકીલને મળવા આવતો હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી.અને આખરે રામુ પંજાબીને અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે. ત્યારબાદ પકડાયેલા રામુ પંજાબીને આજરોજ દાહોદ લાવી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેના સંદર્ભમાં પોલીસે સંવેદનશીલ ગણાતા કેસમાં દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ 10 દિવસના રિમાન્ડ દરમિયાન નકલી NA પ્રકરણમાં બનાવટી હુકમો ક્યાંથી, મેળવતા હતા કેવી રીતે બનાવતા હતા, અન્ય કોની કોની ખંડોવણી હતી તેની શું ભૂમિકા હતી, આ તમામ રહસ્યો ઉપરથી પૂછપરછ ના અંતે પડદો ઉઠાવશે.

*રામુ પંજાબીએ 40 ઉપરાંત દેવસ્થાનોની મુલાકાત લીધી.*નકલી NA પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા — મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો. એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો;

નકલી એને પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ રામુ પંજાબી પોલીસ પકડની દૂર થઈ ગયો હતો. છેલ્લે તેની હાજરી મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. ત્યારબાદ થી સતત પોલીસ તેને શોધી રહી હતી. ગઈકાલે ધરપકડ કર્યા બાદ પોલીસની પ્રારંભિક પૂછપરછ માં રામુ પંજાબીએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. પોલીસથી દૂર ભાગ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાં આવેલા શહેરોમાં, દેવસ્થાનો જેવા કે તમામ જ્યોતિર્લિંગ, તેમજ અન્ય દેવસ્થાનોના ધર્મશાળામાં આશરો લીધો હતો. આ દરમિયાન તેને બદ્રીનાથ થી કેદારનાથ સુધી પગપાળા યાત્રા પણ કરી હતી. જો અમદાવાદ પોલીસ એક કલાક મોડી પહોંચી હોત તો તે ફરીથી પોલીસ પકડથી દૂર જતો રહેતો.એટલું જ નહીં વકીલને મળ્યા બાદ નર્મદા પરિક્રમા માટે નીકળી જવાનો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે.

 *નકલી એને પ્રકરણ બાદ પકડાઈ જવાના બીકે પરિવારથી સંપર્ક તોડ્યો, આખરે વકીલને મળવા આવતા પકડાયો.*

નકલી NA પ્રકરણમાં નામ ખુલ્યા બાદ રામુ પંજાબી ફરાર થયો હતો. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયગાળા એ ફક્ત વકીલોના સંપર્કમાં હતો. આ દરમિયાન તેને પરિવાર અને ઘરના સભ્યો જોડે તમામ સંપર્કો કાપી નાખ્યા હતા. તેની પાસે પડેલા સોનાની રકમ વેચીને પોલીસથી બચવા માટે જુદા જુદા શહેરોમાં આવેલા દેવસ્થાનોમાં શરણ લીધી હતી.

*રામુ પંજાબી ની મિલકત જપ્તી માટે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો.*

નકલી NA પ્રકરણ બાદ ફરાર થયેલા રામુ પંજાબી તેમજ અન્ય એક આરોપી ફરાર થયા બાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસી 70 અને સીઆરપીસી 82 મુજબ મિલકત જપ્તી અંગેના કોર્ટમાંથી વોરંટ કળાવ્યા હતા તેના પોસ્ટર પણ તેમના ઘરે લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ અલગ અલગ સ્થળોએ રામુ પંજાબીને શોધી રહી હતી. અને છેલ્લે 20 12 2024 સુધી પોલીસ સમક્ષ હાજર રહેવા માટે ઓર્ડર આપ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ તે પોલીસ સમક્ષ હાજર રહ્યો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!