સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એસબીઆઈની ભરતીમાં આદિવાસીઓને થયેલા અન્યાય બાબતે લોકસભાના એસસી/એસટી વેલ્ફેર સમિતિને રજૂઆત કરવામાં આવી.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એસબીઆઈની ભરતીમાં આદિવાસીઓને થયેલા અન્યાય બાબતે લોકસભાના એસસી/એસટી વેલ્ફેર સમિતિને રજૂઆત કરવામાં આવી.

નવસારી તા. ૧૦

સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા જેઓ કમિટી સભ્ય,એસસી/એસટી વેલફેર સમિતી,લોકસભા,ભારત સરકાર છે તેઓને એસબીઆઈની ભરતી પ્રકિયામાં આદિવાસીઓને થયેલા અન્યાય બાબતે પત્ર લખી અન્યાય દૂર કરવા રજૂઆત કરી હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા જણાવવામાં આવ્યું કે તા.૧૩/૧૨/૨૦૨૪ની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના નોટીફિકેશન કુલ ૧૪૧૯૧ ખાલી પદોની ભરતી માટે હતું. જેમા ૧૩૭૩૫ જગ્યાઓની નિયમિત ભરતી અને ૪૫૬ જગ્યાઓ બેકલોગની ભરવાની હતી. કુલ ૧૪૧૯૧ જગ્યાઓ પૈકી (ગુજરાત) અમદાવાદ સર્કલ ની ૧૨૩૪ જગ્યાઓ હતી, જે પૈકી જાહેરાત મુજબ એસટી રીઝર્વ ૧૬૦ જગ્યા નિયમિત રીતે અને ૧૬૧ બેકલોગથી એમ કુલ ૩૨૧ જગ્યા એસટી ઉમેદવારોથી ભરવાની હતી. જે પરીક્ષા લેવાઇ ગઇ, અને ભરતી પણ થઈ ગઇ છે. ત્યાર બાદ તાજેતરમાં બેંક દ્વારા તા. ૦૫/૦૮/૨૦૨૫ ના દીવસે ફરીથી નવી ૬૫૮૯ જગ્યા. માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું, જેમાં ૫૧૮૦ રેગ્યુલર અને ૧૪૦૯ બેકલોગ ની ભરવાની જગ્યાઓ છે, અને એમાં અમદાવાદ સર્કલ(ગુજરાત)ની કુલ ૨૨૧ જગ્યાઓ છે, જે પૈકી ST રીઝર્વ (૧૫% લેખે )ફ્કત ૩૩ જગ્યાઓ બતાવવામાં આવી છે, અને બેકલોગની કોઇ જગ્યા નથી.આથી પ્રભુભાઈ સમિતિ સભ્ય તરીકે એસ.સી /એસ.ટી.ની ભરતીમાં થતી ગેરરીતી અને તેનાથી થતા અન્યાયથી સમાજને થતા નુકશાનથી બચાવવા બનતા તમામ પ્રયત્ન કરશે એવી આશા સાથે પત્ર લખ્યો છે.

Share This Article