
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી.
દાહોદ તા. ૭
રાજ્ય સરકાર દ્વારા 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એ કે ભાટીયા ,મામલતદાર શૈલેન્દ્ર પરમાર તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને ભારત સરકારના સ્વપ્નને સાકાર કરવા માટે મન ,વચન અને કર્મ થી તત્પર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવાયો હતો. વહીવટી તંત્રના સભ્યોએ દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારા માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. સૌએ પોતાના કરતાં સૌના વિચારને પ્રાધાન્ય આપવાનો અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત રહેવાનો સંકલ્પ પણ કર્યો હતો.