
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાના ભોજેલામાં 63 વર્ષીય વૃદ્ધાને ઝેરી સાપે દંશ મારતા સારવાર દરમિયાન મોત*
*મૃતક વૃદ્ધાને પથ્થરથી ચણતર કરેલ મકાનની દિવાલમાંથી ઝેરી સાપે દંશ માર્યો હતો*
સુખસર,તા. ૬
તેપુરા તાલુકાના ભોજેલા ગામે શુક્રવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં પથ્થરથી ચણતર કરેલ પોતાના મકાનની દિવાલ માંથી ઝેરી સાપે દંશ મારતા તાત્કાલિક સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નીપજતા સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કરવામાં આવ્યું હતું.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના વાણીયા મહુડી ફળિયામાં રહેતા રમીલાબેન પ્રતાપભાઈ ચારેલ(ઉંમર વર્ષ 63)નાઓ શુક્રવાર સાંજના પથ્થરથી ચણતર કરેલ પોતાના મકાનમાં કામ કરી રહ્યા હતા.તેવા સમયે દિવાલમાં રાખેલા બકોરામાં હાથ નાખતા રમીલાબેન ચારેલને હાથ ઉપર સાપે દંશ માર્યો હતો.જેથી તાત્કાલિક સાપનું ઝેર ઉતારવા મંત્ર-તંત્ર વિધિનો આશરો લીધો હતો. ત્યાર બાદ પણ કોઈ ફરક નહીં જણાતા ખાનગી વાહનમાં સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન રમીલાબેન ચારેલનુ મોત નીપજ્યું હતું.જેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.સુખસર પોલીસે પંચ કેશ બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં પીએમ અર્થે લાવવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક રમીલાબેન સારેલ ગામ પુત્ર કાજીભાઈ પ્રતાપભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમા જાહેરાત આપતા પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી લાશના પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.