
ઈરફાન મકરાણી :- દેવગડબરીયા
“આહાર દ્વારા દેવગઢ બારીયા મહારાણી કન્યા શાળામાં પરીક્ષા લખાણ પેડ, કંપાસ બોક્ષ તથા બોલપેનનું વિતરણ”
દાહોદ તા. ૨૫
દેવગઢ બારીયાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં અવસ્થિત શ્રી મહારાણી કન્યા શાળાના પરીસરમાં તા. 26-09-2025 ને , ગુરુવારના રોજ શાળાની મેધાવી અને મેહનતી વિદ્યાર્થિનીઓની અભ્યાસ સંબંધિત આવશ્યકતાને ધ્યાનમાં લઈને, તેમની માંગણી અનુસાર તેમના માટે પરીક્ષા લખાણની સામગ્રી –( રાઇટિંગ પેડ, કંપાસ અને બોલપેન) – નું વિતરણ આહાર સંસ્થા ના ટ્રસ્ટી શ્રીમતી મેઘાબેન સોની ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
શાળાના પ્રધાનાચાર્ય, શિક્ષકગણ અને અન્ય સ્ટાફ સભ્યોએ આ સમાજહિતૈષી પહેલનું સ્વાગત કર્યું અને આવા સત્કર્મ માટે દાતાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો.
શુભકામના:
“કલમ તમારી તલવાર, જ્ઞાન તમારું શસ્ત્ર – સફળતા તમારું નસીબ!”
“વિદ્યાર્થીબહેનોની પરીક્ષા સરલ અને સફળ બનો!