
બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં વીજ કંપનીના મેગા ઓપરેશનમાં પ્રથમ દિવસે જ રૂપિયા 1.95 કરોડની વીજ ચોરી ઝડપાઈ*
*વીજ કંપનીની જી.યુ.વી.એન.એલ અને એમ.જી.વી.સી.એલ ની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યુ*
*સુખસર પંથકમાં વીજ ટીમો દ્વારા ઓપરેશનમાં 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરી 105 કનેક્શનમાં ગેરેરીતિ ઝડપી પાડી*
સુખસર,તા.24
ફતેપુરા તાલુકાના ફતેપુરા,સુખસર,બલૈયા આફવા ગામમાં જી.યુ.વી.એન.એલ તથા એમ.જી.વી.સી.એલ ના સંયુક્ત મેગા ચેકિંગ ડ્રાઈવ દરમિયાન 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.તે પૈકી 105 જેટલા વીજ મીટરમાં ગેરરીતી ઝડપી પાડવામાં આવેલ હોવાનું અને વીજ ચોરીની કુલ રકમ 1 કરોડ 95 લાખ રૂપિયા જેટલી માકબર રકમની વીજ ચોરી બહાર આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સોમવારના રોજ ફતેપુરા તાલુકામાં જી.યુ.વી.એમ.એલ અને એમ.જી.વી.સી.એલના સંયુક્ત મેગા ચેકિંગ ફતેપુરા,બલૈયા,સુખસર,આફવા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા.તે પૈકી 105 જેટલા વીજ મીટર કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી.જેમાં વીજ મીટરમાં ચેડા કરેલ મીટર 74,સેક્શન 126 હેઠળ બુક કરેલ કેસ 9,ડાયરેક્ટ વીજ ચોરી સેક્શન 135 હેઠળ બુક કરેલ કેસ 22 જેટલા મળી આવ્યા હતા.વિવિધ પ્રકારે વીજ ચોરી કરતા વીજ ચોરોને માત્ર એક દિવસમાં કુલ રકમ આશરે 1 કરોડ 95 લાખ રૂપિયા ની વીજ ચોરી ઝડપી લઇ કસૂરવાર વીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વીજ ચોરીમાં જપ્ત કરેલ શંકાસ્પદ 20 મીટરોની તપાસ લેબોટરીમાં કરવામાં આવશે.તેમજ આવનાર સમયમાં પણ વીજ ચોરો ઉપર બાજ નજર રાખી આગામી સમયમાં પણ વીજ ચેકિંગ ચાલુ રહેશે તેમ જ વીજ ચોરી કરતા લોકો ઉપર કાયદાકીય ગાળીયો કસવામાં આવશે તેમ જાણવા મળે છે.