બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભોજેલાથી 18 વર્ષીય યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક વીતર્ક*
*મૃતક યુવાનને હાથે સામાન્ય વીજ કરંટનુ નિશાન હોવાની ચર્ચા:લાશના ફોરેન્સિક પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ*
સુખસર,તા.6
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં સમયાંતરે શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાનો સિલસિલો છેલ્લા 14 વર્ષ જેટલા સમયથી નિરંતર ચાલી આવેલ હોવાનું બની ચૂકેલા બનાવવો ઉપરથી જાણવા મળે છે.વર્ષ 2011 થી હાલ સુધીમાં જે સુખસર પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા કિસ્સાઓ જોઈએ તો છ ડઝન ઉપરાંત શંકાસ્પદ મોતના બનાવો બનેલા છે.જે પૈકી માત્ર ગણ્યા-ગાંઠ્યા કિસ્સાઓનો ભેદ ઉકેલાયો છે.જ્યારે મોટાભાગના કિસ્સાઓ દબાઈ ચૂક્યા છે.જેથી વિસ્તારમાં શંકાસ્પદ મોતના બનાવો વધતા જાય છે.જેમાં વધુ એક બનાવ આજરોજ ભોજેલા ગામના 18 વર્ષિય યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સુખસર પોલીસે લાશનો કબજો મેળવી લાશના ફોરેન્સિક પી.એમ માટે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી આવવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ભોજેલા ગામના વિનુભાઈ બીજીયાભાઇ ડામોર ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓને સંતાનમાં બે પુત્રો હતા.અને જેઓ પરિવાર સાથે ખેતીવાડીની મજૂરી અર્થે પરિવાર સાથે સારંગપુર ગયેલા હતા.જ્યાં તેમનો પુત્ર રાહુલભાઈ(ઉંમર વર્ષ આશરે 18)નો પણ માતા-પિતા સાથે ખેતીવાડીની મજૂરી કામગીરી કરવા ગયેલો હતો. જ્યારે હાલ ભોજેલા થી અંબાજી પગપાળા સંઘ જનાર હોય રાહુલભાઈ ઘરે આવ્યો હતો.અને અંબાજી જઈ પરત ભોજેલા ગામે આવેલ.જ્યારે આ રાહુલભાઈને શુક્રવાર સાંજના સમયે તેના જ પરિવારનો એક યુવાન તેની સાથે બોલાવી ગયો હતો.ત્યારબાદ રાત્રિના સમયે રાહુલ પરત ઘરે આવ્યો ન હતો.
જ્યારે આજરોજ સવારના ભોજેલા ગામના લબાનાપાડા ફળિયાના લોકોને ખેતરમાં કોઈ યુવાનની લાશ પડેલ હોવાની જાણ થતા આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા.અને તેની જાણ રાહુલભાઈ ડામોરના પરિવારને પણ થતા તેઓ જ્યાં લાશ પડી હતી ત્યાં આવ્યા હતા.લાશને જોતા આ લાશ રાહુલભાઈ વિનુભાઈ ડામોરની હોવાની જાણ થઈ હતી.જ્યારે બહારગામ ગયેલા મૃતક રાહુલના પિતા વિનુભાઈ ડામોરને કરવામાં આવી હતી.ઘટના બાબતે સુખસર પોલીસને જાણ કરવામાં આવતા સુખસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી છે.તેમજ લાશને જોતા હાથ ઉપર વીજ કરંટના સામાન્ય નિશાન સિવાય અન્ય કોઈ નિશાન જણાઇ આવેલ ન હોવાનું જાણવા મળે છે.રાહુલના મોત બાબતે બહારગામ ગયેલા તેના પિતાને જાણ કરવામાં આવતા તેના પિતા બહારગામથી ઘરે આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળે છે.તેમજ શંકાસ્પદ મોતનો બનાવ હોય સુખસર પોલીસ દ્વારા લાશના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નોંધનીય બાબત છે કે,મૃતક રાહુલની જે જગ્યાએથી લાશ મળી આવેલ છે તે જગ્યા ઉપર વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હોય તેવો કોઈ સુરાગ મળી આવ્યો નથી.તેમ જ તે જગ્યા ઉપર મોત નીપજ્યું હોય તો આસપાસમાં ઉગેલા ઘાસમાં નિશાન હોવા જોઈએ તે જોવા મળેલ નથી. તેમજ મૃતક રાહુલની લાશ વ્યવસ્થિત સુતેલા માણસની જેમ પડેલ જોવા મળી હતી તેમજ આ લાશની નજીકમાં જ તેનો મોબાઇલ પણ મળી આવ્યો હતો.ત્યારે મૃતક રાહુલનું મોત કરંટ લાગવાથી થયું છે કે,તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે કે પછી તેનું મોત કુદરતી છે?તેની તટસ્થ તપાસ થાય અને મોતનો ભેદ ઉકેલાય તે જરૂરી છે.