
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ મથકે ગણપતિ વિસર્જન તથા ઇદના અનુસંધાને પીઆઈ એસએમ રાદડિયા ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
દાહોદ તા. ૩
આજે તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ ગરબાડા પોલીસ મથકે ગરબાડા પોલીસ મથકના પી.આઇ એસ.એમ રાદડિયાની ઉપસ્થિતિમાં આગામી સમયમાં આવનાર ઈદ ના તહેવાર તેમજ તારીખ 6 સપ્ટેમ્બર ના રોજ જે ગણપતિ વિસર્જન થનાર છે તેના અનુસંધાને ગણપતિ પંડાલના યુવકો ગામ લોકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિને બેઠક યોજાઈ હતી. જેમાં પી.આઇ દ્વારા ગણેશ વિસર્જન અને ઇદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય. તે માટે જરૂરી થતાં સાથે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો. આ શાંતિ સમિતિ બેઠકમાં ગામ લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.