
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપણું વિદ્યાલય,આપણું સ્વાભિમાન સ્વાભિમાન બને તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો*
*તાલુકાની 300 થી વધુ સ્વનિર્ભર, અનુદાનિત અને સરકારી શાળાઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો*
સુખસર,તા.1
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પહેલી સપ્ટેમ્બર 2025 ના રોજ સમગ્ર ભારતની પાંચ લાખ શાળાઓમાં અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન ,અમારું વિદ્યાલય અમારું તીર્થ સંકલ્પ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફતેપુરા તાલુકામાં આવેલી 300 થી વધુ સ્વનિર્ભર, અનુદાનિત અને સરકારી શાળાઓ જેમાં પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ પ્રકારની શાળાઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો.
આ સંકલ્પ અભિયાન બાબતે વધુ વાત કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી જીગ્નેશભાઈ કલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ફતેપુરાની તમામ પ્રકારની શાળાઓની પ્રાર્થના સભામાં આપણું વિધાલય આપણું સ્વાભિમાન બને તે માટે સંકલ્પ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ,ગામના પ્રતિષ્ઠિત નાગરિકો,અધિકારીશ્રીઓ
પદાધિકારી ઓએ શાળામાં હાજર રહીને અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન સંકલ્પ અભિયાનમાં પોતાના ગામની શાળા તીર્થ શાળા બને તે માટે સંકલ્પ લીધો હતો.આગામી દિવસોમાં આ શાળાઓ ઉપસ્થિતિ, અનોખી પહેલ,સ્વછતા, સ્પર્ધા, સહયોગ,સામુહિક રજુઆત જેવા નવ જેટલા ક્ષેત્રોમાં અસરકારક કામ કરીને પોતાની શાળાને તીર્થ શાળા બનાવાશે. ABRSM ફતેપુરાના મંત્રી જીગ્નેશભાઈ કલાલે આ અભિયાનમાં જોડાનાર સૌ શાળાઓને અભિનંદન પાઠવી આ અભિયાન શાળાઓની ઓળખ અને કાર્યક્ષમતાને નવી ઉડાન અને ઊંચાઈ અપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.