રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:ધંધુકાના કિશન ભરવાડની હત્યાં કરનારા તત્વોની ફાંસીની માંગ સાથે હિંદૂ સંગઠનોએ કલેક્ટરશ્રીને આપ્યું આવેદન…

દાહોદ તા.30
દાહોદના ગોરક્ષા દળ વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દૂ સંગઠનો દ્રારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ધંધુકા શહેરમાં કિસન ભરવાડની ગોળી મારી હત્યાં કરી નાખતા તેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાંઘાતો પડ્યા છે ત્યારે કટ્ટરવાદી વિચાર ધરાવતા આરોપીઓને કડકમાં કડક ફાંસીની સજા મળે તે માટે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને સંબોધતા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદના હિન્દૂ સંગઠનો દ્રારા ગોધરા રોડ ઉપરથી બાઈક રેલી સ્વરૂપે નીકળી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું હતુંકે હાલમાંજ ગુજરાતના ધંધુકા શહેરમાં કિસન ભરવાડ નામના યુવકની ગોળી મારી કરપીણ હત્યાં કરી નાખતા સમગ્ર હિન્દૂ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને જેને લઈને પકડાયેલા આરોપીઓએ ધર્મના એઠે આવી તે યુવકની હત્યાં કરવામાં આવી છે જેથી પકડાયેલા આરોપીઓને જલ્દીમાં જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટ ની નિમણુંક કરી ફાંસીની સજા આપવામાં આવે અને આમાંથી કોઈ આરોપી છટક બારી ના થાય તે માટે તેમને સખ્ત સજા મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીઓ વિરુદ્ધ વહેલી તકે સજાનો ચુકાદો લાવી તેમને સખ્ત સજા મળે તેવી માંગણી કરવામાં આવી હતી જેમાં દાહોદના છાપરી ખાતે આવેલી જિલ્લા કલેક્ટરની ઓફિસમાં હિન્દૂ સંગઠનો ના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીઓ વિરુદ્ધ સખ્ત પગલાં લઈને તેને સજા આપવામાં આવે તેવી માંગ દાહોદના હિન્દૂ સંગઠનો દ્રારા કરવામાં આવી હતી.