ગરબાડાના આંબલી ગામે મોબાઈલ TB X-Ray વાન દ્વારા TB ની તપાસ હાથ ધરાઈ..  *100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત* 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી : ગરબાડા

ગરબાડાના આંબલી ગામે મોબાઈલ TB X-Ray વાન દ્વારા TB ની તપાસ હાથ ધરાઈ..

 *100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત* 

ગરબાડા તા. ૧

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના આંબલી ગામ ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ,જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન આંબલી ગામ ખાતે આવી હતી જેમાં 110 શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તથા તમામ ની વજન,ઉંચાઈ,બીપી,ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી

આ મોબાઇલ એ-ક્ષરેવાન માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર,પી.એચ.સી.સુપરવાઈઝર, સીએચઓ, તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ,ફિમેલ હેલ્થ વર્કર,આશા ફેસેલિટર, આશા બહેનો ના સહયોગ થી 100 દિવસ સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો

Share This Article