
ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરના ભેણોદરા ગ્રામ પંચાયતમાં સુકાઈને મહિલાને ત્રણ બાળકો હોવાથી સભ્યપદ રદ કરવા માંગ.
સંતરામપુર તા. ૧૫
સંતરામપુર તાલુકાના ભેણોદરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી જેમાંથી વોર્ડ નંબર છ માં ત્રણ સભ્યોનું જાણવા મળતાં બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં તપાસ કરવા માટેની રજૂઆત કરી અને સભ્ય પદ રદ કરવાની માંગ કરી હતી.
સંતરામપુર તાલુકાના થોડા સમય અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવેલી હતી ચૂંટણી યોજાયા પછી સંતરામપુર તાલુકાના ભેણદરા ગામે વોર્ડ નંબર છ ના સભ્ય શ્રીમતી સુમિત્રાબેન અનિલભાઈ દામા સભ્ય તરીકે ચૂંટાયા હતા તારીખ 24 6 ના રોજ સંતરામપુર અવતાર હોસ્પિટલમાં ત્રીજા બાળકને જન્મ આપેલો હતો તેઓ નગરપાલિકામાં જન્મ રજીસ્ટર નોંધણીમાં 4526 થી ક્રમાંકમાં નોંધણી પણ કરાવી લે છે ગુજરાત ચૂંટણી પંચ સુધારા સરકારના નિયમ મુજબ બે થી ત્રીજું બાળક હોય તો કોઈપણ પ્રકારની ચૂંટણી લડી શકતા નથી અને ઉમેદવારી નોંધાવી શકતા નથી તેમ છતાં સુમિત્રાબેનને બે બાળકો હોવા છતાં ત્રીજું બાળક હતું અને જન્મ આપેલો હતો તો ગ્રામજનો દ્વારા ત્રણ બાળક હોવાથી નિયમ વિરુદ્ધ ગયેલા છે જેને લઈને સંતરામપુર તાલુકા વિકાસ અધિકારીને આ અંગેની સચોટ તપાસ કરવા બાબત અને સભ્યપદ કરવા માટેની માંગણી કરી હતી
ત્રણ સંતાન હોવાનું સભ્ય ચૂંટાયેલા છે તે અમને જાણ થતા અમે સભ્યપ દૂર કરવા માટે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે ડીજે પારગે ગ્રામ પંચાયત ભેણોદરા તાલુકો સંતરામપુર