સંતરામપુર એસટી ડેપોમાં મહિલા મુસાફરનું હાર્ટ અટેકથી મોત…

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર એસટી ડેપોમાં મહિલા મુસાફરનું હાર્ટ અટેકથી મોત…

સંતરામપુર તા.25

સંતરામપુરના એસટી બસોમાં ડેપોમાં એક મહિલાને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. સંતરામપુર નગરમાં આવેલું એસટી બસ ડેપોમાં ઝાલોદ સંતરામપુર બસ ડેપો માં બેઠેલી મહિલા બસમાંથી ઉતરીને બસ ડેપોમાંથી બહાર નીકળવા જ હતા અચાનક નીચે પડી ગયા હતા. તે દરમિયાન માટે એટેક આવવાથી એક મહિલાનું મોત નિપજયું હતું.આ ઘટના બનતા આજુબાજુના વેપારીઓ અને મુસાફરો દોડી આવ્યા હતા. અને 108 ને ફોન કરતા ઘટનાસ્થળે 108 પહોંચેલી હતી.108 ના કર્મચારીએ અને ડોક્ટરે તેમની તપાસ કરતા જ તેમનું મોત થઈ ગયું હતું પૂછપરછમાં તેમના પરિવારોને મોબાઈલ નંબર શોધીને ઘટના સ્થળે થી તેમના પરિવારને બોલાવી મહિલાને સોપવામાં આવી હતી આ બાબતની સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

Share This Article