ઝાલોદ તાલુકાના વાંસવાડા રોડ પર ક્રુઝરની અડફેટે બાઈક સવાર રાજસ્થાનના યુવકનું મોત

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના વાંસવાડા રોડ પર ક્રુઝરની અડફેટે બાઈક સવાર રાજસ્થાનના યુવકનું મોત

ઝાલોદ તા.25

ઝાલોદ તાલુકાના બાસવાડા રોડ પર ક્રુઝર ગાડીની અડફેટે રાજસ્થાનના એક વ્યક્તિનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર ગત તારીખ ૨૩મી જાન્યુઆરીના રોજ જીજે-20-એન-7723 નંબરની ક્રુઝર ગાડીના ચાલકે ઝાલોદ તાલુકાના વાંસવાડા રોડ પર મોટરસાયકલ લઇ પસાર થતા બાસવાડા જિલ્લાના સજજન ગઢ તાલુકાના મસ્કા મહુડી ગામના ભરત ભાઈ હુંરજીભાઈ રાવત તેમજ નારસીગ ભાઈની બાઇકને અડફેટે લેતાં બાઈક પર સવાર નારસિંગ ભાઈનો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત સર્જનાર ક્રુઝર ચાલક ગાડી લઇ ભાગી છૂટયો હતો.

ઉપરોકત બનાવ સંદર્ભે બાસવાડા જિલ્લાના સજજન ગઢ તાલુકાના મસ્કા મહુડી ગામના ભરત ભાઈ હુંરજીભાઈ રાવતે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ક્રુઝર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article