
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદમાં કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત:પોલીસ અધિકારી મળી જિલ્લામાં 31 નવા દર્દીઓનો ઉમેરો..
દાહોદ શહેરમાં કોરોના સંક્રમણનો ગ્રાફમાં સતત વધારો નોંધાયો: દાહોદના એલસીબીના પીઆઇ બીડી શાહ રેપિડ ટેસ્ટમાં પોજીટીવ:પોલીસબેડામાં ચકચાર..
આજે વધુ 24 લોકોએ કરોને માત આપતા ડિસ્ચાર્જ કરાયા:એક્ટિવ કેસોનો આંક 212 થયો..
દાહોદ તા.16
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્ર્મણમાં તોતિંગ વધારો જોવા મળતા સલગ્ન વિભાગોમાં ચિંતાનો વિષય બની જવા પામેલ છે. જયારે આજરોજ નોંધાયેલા નવા 31 કેસોના વધારા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોના આંક 216 પર પહોંચ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ કૂદકે ને ભૂસકે વધવા પામ્યો છે.જોકે આજરોજ વધુ 24 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ બનતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ત્રીજી લહેરની શરૂઆતની સાથે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે રફતાર પકડી રહ્યો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. તેમાંય દાહોદ શહેરમાં કૂદકે ને ભૂસકે વધતા કોરોના સંક્રમણ ના કેસોએ આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બની જવા પામેલ છે.જોકે દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોમાં એકલા દાહોદ શહેરમાંથી 242 ઉપરાંત કોરોના નવા દર્દીઓ નોંધાતા દાહોદ શહેર કોરોના સંક્રમણની નાગપાસમાં જકડાઈ ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા rtpcr માં 2402 તેમજ રેપિડમાં 583 સેમ્પલો એકત્રિત કરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.જેમાંથી Rtpcr માં 20 તેમજ રેપિડમાં 11મળી કુલ 31 કોરોના ના નવા દર્દીઓ નોંધાયા હતા.