દાહોદના ડોકી ગામે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી: એક લાખ લોકોને બેસવા આધુનિક ડોમમાં સુરક્ષા અને સુવિધાઓ, CMની વીડિયો કોન્ફરન્સ યોજાઈ,પ્રભારી સચિવે સભા સ્થળ ની મુલાકાત લીધી

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના ડોકી ગામે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી:

એક લાખ લોકોને બેસવા આધુનિક ડોમમાં સુરક્ષા અને સુવિધાઓ, CMની વીડિયો કોન્ફરન્સ યોજાઈ,પ્રભારી સચિવે સભા સ્થળ ની મુલાકાત લીધી

દાહોદ તા. 21

 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મીના રોજ દાહોદ આવી રહ્યા છે. જિલ્લા પગે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી ડોકી ગામે જાહેર સભા સંબોધવાના હોવાથી સભા સ્થળે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. આ સભામાં એક લાખ કરતા વધુ જંગી જનમેદની ઉમટવાના અણસાર જોવાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પ્રવાસ દરમિયાન 20,000 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે પ્રોડક્શન યુનિટ એટલે કે 9000 એચ.પી.ના ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનું લોકાર્પણ કરશે. સાથે 300 કરોડ ઉપરાંતના સ્માર્ટ સિટી તેમજ નગરપાલિકાના અન્ય વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાનના આગામી કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.જે બાદ પ્રભારી સચિવ બેનિવાલે સભાસ્થળની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સભા સ્થળે આધુનિક ડોમનું નિર્માણ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે.આ ડોમ હવામાન પ્રતિરોધક, ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવાયું છે. તેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, એલઇડી સ્ક્રીન્સ, હાઇ-ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણીના કેન્દ્રો, મોબાઇલ ટોઇલેટ્સ અને ફર્સ્ટ-એઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે. લોકોની સુરક્ષા માટે ફાયર એક્સટિંગ્યુશર અને બહુવિધ એક્ઝિટ પોઇન્ટ્સ પણ તૈયાર કરાયા છે. એટલું જ વડાપ્રધાન નરેન્દ્ર હેલિકોપ્ટર મારફતે દાહોદ આવશે. આ સાથે એસપીજીના પણ હેલિકોપ્ટર આવવાથી ત્રણ હેલિકોપ્ટર ઉતરી શકે તે માટે હેલીપેડ બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. સભાસ સ્થળેથી ઉતરાણ કર્યા બાદ વડાપ્રધાન સડક માર્ગે રેલવે કારખાનાની મુલાકાતે જવાના હોઈ દરમિયાન વડાપ્રધાનને એક ઝલક જોવા લોકો ઉમટી પડવાના હોવાથી ડોકી ગામથી રેલવે કારખાના સુધી બંને તરફ બેરીકેટીંગ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે આ મુલાકાત ની સાથે સાથે રોડ શો પણ થઈ જાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

Share This Article