દાહોદ શહેરના ગોધરારોડ પર એક ઈસમે એક વ્યક્તિ પર અગમ્ય કારણોસર પાઇપ વડે કર્યો હુમલો…

Editor Dahod Live
2 Min Read

દાહોદ શહેરના ગોધરારોડ પર એક ઈસમે એક વ્યક્તિ પર અગમ્ય કારણોસર પાઇપ વડે કર્યો હુમલો…

દાહોદ તા.14

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક ઈસમે અગમ્ય કારણોસર વિસ્તારના એક વ્યક્તિના માથાના ભાગે લોખંડની પાઈપ મારી જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડતા ગંભીર ઇજાગ્રસ્ત યુવકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે બનાવ બાદ આસપાસના લોકો ભેગા થવા પામ્યા છે. જયારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

 દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ જકાત નાકા પાસે ગત તા.13 મી જાન્યુઆરીના રોજ સાંજના 5 વાગ્યાના સુમારે ગોધરારોડ ભરવાડ વાસના રહેવાસી કનુભાઈ ગભાભાઈ ભરવાડ  ઉભા હતા તે સમયે દાહોદ તાલુકાના મુવાલિયા ક્રોસીંગ હજારીયા ફળિયા વિસ્તાર ખાતે રહેતો નિખિલ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુ ભાભોર એકાએક કનુભાઈ પાસે આવી કોઈ અગમ્ય કારણોસર લોખંડની પાઇપ કનુભાઈ ના માથામાં મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી કનુભાઈને લોહીલુહાણ કરી નિખિલ ઉર્ફે લાલો તેમજ તેની સાથેનો એક્ટિવા ચાલક કનુભાઈ ઉપર હુમલો કરી બંને એક્ટીવા પર સવાર થઈ જ નાસી છૂટયા હતા ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને જોતજોતામાં ગંભીર ઇજાગ્રસ્ત કનુભાઈના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત કનુભાઈને તાત્કાલીક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સંબંધે દાહોદ ગોધરા રોડ ખાતે રહેતા ભરતભાઈ ધુળાભાઈ ભરવાડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article