કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરી ધન્યતા અનુભવી*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરી ધન્યતા અનુભવી*

દાહોદ તા. ૪

રવિવાર:- ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ચોસાલામાં સ્થિત કેદારનાથ મંદિર ખાતે શિવલિંગને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કેદારનાથ મંદિર એક પૌરાણિક શિવ મંદિર છે. 

આ અવસરે શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર, પંચાયત અને કૃષિ રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, અગ્રણી રત્નાકરજી સહિત અન્ય મહાનુભાવો પૂજામાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા અને પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા સહિત અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

૦૦૦

Share This Article