દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ:શહેરના 25 મળી જિલ્લામાં 45 મહત્તમ કેસોનો વધારો..

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ:શહેરના 25 મળી જિલ્લામાં 45 મહત્તમ કેસોનો વધારો,

દાહોદ શહેરમાં કોરોના સંક્રમણનો રોકેટ ગતિએ વધારો: આજના 25 નવા કેસો સાથે શહેરમાં સંક્રમણ બેવડી સદી પાર..

આજે વધુ ૨૧ લોકોએ કરોને માત આપતા ડિસ્ચાર્જ કરાયા:એક્ટિવ કેસોનો આંક 212 થયો..

દાહોદ તા.16

દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. આજરોજ નોંધાયેલા નવા 45 કેસોના વધારા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોના આંકે ડબલ સેન્ચૂરી પાર કરી દીધી છે. ત્યારે દાહોદ શહેરમાં રોકેટ ગતિએ કોરોનામાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બની જવા પામેલ છે. જોકે આજરોજ વધુ ૨૧ લોકોએ કોરોના ને માત આપી સ્વસ્થ બનતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 ત્રીજી લહેરની શરૂઆતની સાથે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે રફતાર પકડી રહ્યો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. તેમાંય દાહોદ શહેરમાં કૂદકે ને ભૂસકે વધતા કોરોના સંક્રમણ ના કેસોએ આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બની જવા પામેલ છે.જોકે છેલ્લા દસ દિવસમાં દાહોદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોમાં એકલા દાહોદ શહેર માંથી 216 ઉપરાંત કોરોના નવા દર્દીઓ નોંધાતા દાહોદ શહેર કોરોના સંક્રમણની નાગપાસમાં જકડાઈ ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા rtpcr માં 2193 તેમજ રેપિડમાં 667 સેમ્પલો એકત્રિત કરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી Rtpcr માં 18 તેમજ રેપિડમાં 27મળી કુલ 45 કોરોના ના નવા દર્દીઓ નોંધાયા હતા.

Share This Article