દાહોદમાં ડ્રોન દ્વારા પોલીસનું સર્ચ ઓપરેશન:બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓની તપાસ વણકરવાસ, મારવાડી ચાલ, કસ્બા અને સ્લમ વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફફડાટ..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ડ્રોન દ્વારા પોલીસનું સર્ચ ઓપરેશન:બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓની તપાસ

વણકરવાસ, મારવાડી ચાલ, કસ્બા અને સ્લમ વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફફડાટ..

દાહોદ તા. 27

દાહોદ શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોની શોધખોળ માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડીવાયએસપીના નેતૃત્વમાં એલસીબી, એસઓજી અને ટાઉન પોલીસની ટીમોએ વણકરવાસ, મારવાડી ચાલ અને કસ્બા વિસ્તારમાં મોડી રાતે તપાસ શરુ કરી હતી.આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરાયા છે. તેમાં નકલી આધાર કાર્ડ અને ઓળખપત્રો હોવાની શક્યતા છે. મકાન માલિકો પાસેથી ભાડૂઆતોની વિગતો અને પોલીસ વેરિફિકેશનની માહિતી મેળવવામાં આવી હતી.

પોલીસે સ્થાનિક રહેવાસીઓને શંકાસ્પદ વ્યક્તિઓ કે પ્રવૃત્તિઓની માહિતી આપવા અપીલ કરી છે. મકાન માલિકોને ભાડૂઆતોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવવા જણાવાયું છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે. પોલીસની ઓપરેશનની કામગીરીથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Share This Article