સિંગવડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ ..   

Editor Dahod Live
1 Min Read

સિંગવડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ ..   

સિંગવડ રણધીપુર પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલાને ધ્યાનમાં રાખીને સિંગવડના અમુક જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી .             

સિંગવડ તા. ૨૬

 જમ્મુ કાશ્મીરના પહેલગામ માં થયેલા આંતકી હુમલાને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા ની માર્ગદર્શન હેઠળ રણધીપુર પોલીસ સ્ટેશન પીઆઇ એન કે ચૌધરી દ્વારા રણધીપુર એલ આઈ બી ઇન્સ્પેક્ટર તથા બીટ જમાદાર તથા આઉટ પોસ્ટના જમાદારોને સાથે રાખીને સિંગવડ ખાતે મસ્જિદ માં આવેલા બાર જેટલા ગોધરાના જમાત વાળા ના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા જ્યારે સિંગવડ ખાતે બહારથી આવીને ગુલ્ફી નો ધંધો કરતા લોકો ના પણ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર બજારમાં પણ તપાસ કરવામાં આવી હતી

જ્યારે સિંગવડ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂર્તિ કાળજી લેવા માટે રંધીપુર પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી.

Share This Article