સંતરામપુર નગરપાલિકા 52 લાખના ખર્ચે બનાવેલું કોમ્પ્લેક્સ અને શાક માર્કેટ ખંડેર અવસ્થામાં..

Editor Dahod Live
2 Min Read

સંતરામપુર નગરપાલિકા 52 લાખના ખર્ચે બનાવેલું કોમ્પ્લેક્સ અને શાક માર્કેટ ખંડેર અવસ્થામાં..

સંતરામપુર તા. ૨૫

 સંતરામપુર નગરપાલિકા દ્વારા રૂપિયા 52 લાખના ખર્ચે 2011 12 ની સાલમાં શાકમાર્કેટ અને નવો કોમ્પલેસ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું હતું બની ગયા કે પછી આજ દિન સુધી બે થી ત્રણ વાર તેની હરાજી પણ કરવામાં આવી પરંતુ અત્યાર સુધીમાં આ કોમ્પ્લેક્સ કાર્યરત થયું જ નહીં જેના કારણે આજે 52 લાખ રૂપિયા નગરપાલિકાના આ કોમ્પલેક્ષમાં રોકાઈ રહેલા છે અલગ અલગ દુકાનો અને અંદર ફ્રુટ અને શાક માર્કેટ પણ નવું આયોજન કરીને બનાવવામાં આવેલું હતું પરંતુ પાલિકાની બેદરકારી અને ધ્યાન આપવા ના કારણે આજે કોમ્પલેસ ની અંદર માત્ર એક જ દુકાને કાર્યરત થયેલી છે તમામ દુકાનો છેલ્લા 13 14 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી આવેલી છે થોડા વર્ષો પહેલા તેની હરાજી માટે પણ આયોજન કરવામાં આવેલું હતું તે પણ હરાજી પણ ના થઈ અને પરિસ્થિતિ આ સર્જાયેલી જોવા મળી આવેલી છે સરકારે તેની પાછળ રૂપિયા ખર્ચ પણ અત્યારે 12 થી 13 વર્ષ દરમિયાનમાં 52 લાખ આ આ કોમ્પ્લેક્સ પાછળ ખર્ચ કરીને રોકાઈ રહ્યા છે તેની આવક અત્યારે ઝીરો જોવા મળી આવેલી છે કાર્યરત ના હોવાના કારણે આ કોમ્પ્લેક્સ ની અંદર આખું કોમ્પ્લેક્સ ખંડેર અવસ્થા જેવો જોવા મળ્યો છે રૂપિયા ખર્ચા પણ તેની સામે પાલિકાની ના ભાડાની આવક ઊભી થઈ ન વેચાણ થયું અત્યારે પરિસ્થિતિ એ જ જોવા મળી આવેલી છે.

Share This Article