દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટથી વિસ્થાપિત થયેલા વેપારીઓની કફોડી સ્થિતિ, દાહોદમાં બે વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોતા બેરોજગાર વેપારીઓ વેપારીઓ:પાલિકા સમક્ષ કરી રજૂઆત।।

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે:- દાહોદ 

દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટથી વિસ્થાપિત થયેલા વેપારીઓની કફોડી સ્થિતિ,

દાહોદમાં બે વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોતા બેરોજગાર વેપારીઓ વેપારીઓ:પાલિકા સમક્ષ કરી રજૂઆત।।

દાહોદ તા. 23

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ષ પહેલા રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન અનેક દુકાનો તોડી પાડવામાં આવી હતી.જેમા સ્ટેશન રોડ અને ગોધરા રોડ સહિતના વ્યસ્ત વિસ્તારોમ થયેલા ડિમોલિશનથી અસંખ્ય વેપારીઓ બેરોજગાર બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની બાંહેધરી આપવામાં આવી હતી.પરંતુ બે વર્ષ વીતવા છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. આ પરિસ્થિતિમાં કેટલાક વેપારીઓએ અન્ય શહેરોમાં સ્થળાંતર કર્યું છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નાના વ્યવસાય શરૂ કરવા મજબૂર બન્યા છે.જોકે સ્ટેશન રોડના વેપારી ઓમપ્રકાશ પવાર જણાવે છે કે તેઓ ઘરનો ખર્ચ ચલાવવા મજૂરી કરી રહ્યા છે. માનસિક તણાવને કારણે રાતની ઊંઘ પણ ઉડી ગઈ છે. જ્યારે વેપારી જીતેન્દ્રભાઈનો 30 વર્ષ જૂનો વ્યવસાય બંધ થઈ ગયો છે. આર્થિક તંગીને કારણે તેમના બાળકોનું શિક્ષણ પણ અટકી ગયું છે.આં મામલે દાહોદ વેપારી એસોસિએશને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો માનસિક તણાવમાં કોઈ આત્મઘાતી પગલું ભરી શકે છે. તેમણે નવી વેપારની જગ્યા અથવા આર્થિક સહાયની માગણી કરી છે.

Share This Article