
રાજેશ વસાવે :- દાહોદ
આંતરરાજ્ય નકલી નોટોનો રેકેટ:દાહોદ પોલીસે વધુ બનાવટી નોટોમાં સંડોવાયેલા વધુ બે ગેમ્બલરોની ધરપકડ:10 થી 12 લોકો રડારમાં
તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાની લાલચ આપી લાખો રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી; મુખ્ય સૂત્રધાર હૈદર પીર અને ડિમ્પલ પંચાલ..
રાજસ્થાન પોલીસે છોડેલો ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું..
નકલી નોટો માટે ગેંગ બનાવી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા,બેસ્ટ ક્વોલિટી માટે સતત નકલી નોટો છાપવાનું ચાલુ રાખ્યું..
દાહોદ તા.16
દાહોદ સહિત રાજસ્થાન તેમજ અન્ય સાત રાજ્યોમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય બનાવટી નોટોના રેકેટમાં પોલીસે ઝાલોદ તેમજ સંજેલીના બે ઇસમોની અટકાયત કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જેમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. સંજેલીના ઇગલ સ્ટુડિયોના ડિમ્પલ ઉર્ફે ક્રિશ્ના પંચાલ તેલંગણા જેલમાં બંધ અને હાલ રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા હૈદર પીર વચ્ચે ઘનિષ્ટ સંબંધો હતા. એટલું જ ફોટોગ્રાફર ના વ્યવસાય સાથે સંકળાયેલા ઈન્દોર તેના મિત્ર તેમજ મધ્યપ્રદેશના ખંડવાના યુવકની મદદથી માસ્ટર માઈન્ડ હેદર પીરના સંપર્કમાં આવેલા વિષ્ણુ પંચાલે જુના જમાના ના સિક્કાઓ તેમજ પાંચ હરણ વાળી નોટો વડે તાંત્રિક વિધિ કરી પૈસા પડાવનાર લોકોનો સંપર્ક કરી એકના ડબલ કરવાની લાલચ આપી હતી અને દાહોદ સહિત રાજસ્થાન તેમજ આસપાસના આદિવાસી વિસ્તારમાં નકલી નોટોનો રેકેટ ઊભો કર્યો હતો.પોલીસે ડિમ્પલ પંચાલની ધરપકડ બાદ ઝાલોદના આંબાનો મુકેશ મુનિયાની ધરપકડ કરી હતી.
જેમાં મુકેશ મુનિયા નકલી નોટો, તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી તેમજ આર્મી એક્ટ અને મારામારીના કેસમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં 21000 ની બનાવટી ચલણી નોટો તેમજ દંપતિ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 10 થી 12 લોકો પોલીસ તપાસની રડારમાં હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું છે.
*રાજસ્થાન પોલીસે છોડેલો ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું..*
આંતરરાજય નકલી નોટો પ્રકરણમાં અગાઉ રાજસ્થાન પોલીસે પકડેલા ડિમ્પલ ઉર્ફે ક્રિષ્ના પંચાલ મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે. જેમાં ફોટોગ્રાફર ના ધંધા સાથે સંકળાયેલો ડિમ્પલ ઇન્દોર ખાતે નો છોટેલાલ જે ફોટોગ્રાફર ના ધંધા જોડે સંકળાયેલો હતો. એક કાર્યક્રમમાં મુલાકાત દરમિયાન જુના સિક્કા પર તાંત્રિક વિધિ કરી નોટોનો વરસાદ કરવાની વાત કરી હતી. તે દરમિયાન છોટેલાલે ખંડવા ના ફિરોજનો સંપર્ક કરાવ્યો હતો. અને ફિરોજ મારફતે ડિમ્પલ પંચાલ નકલી નોટોના માસ્ટર માઈન્ડ હૈદર પીરના સંપર્કમાં આવ્યો હતો. ગુજરાત લાવનાર ડિમ્પલ અને હૈદર પીર વચ્ચે ઝાલોદ APMC સામે બે વાર મીટીંગ થઈ હતી. જેમાં પહેલી મિટિંગમાં ડિમ્પલ પંચાલ વિષ્ણુ પંચાલ, તેમજ રાજસ્થાન પોલીસે પકડેલો થેરકા ગામનો સુખરામ સાથે હતો. જ્યારે બીજી મિટિંગમાં ફતેપુરા નકલી નોટમાં પકડાયેલો કાનજી, વિષ્ણુ અને હૈદર પીર વચ્ચે થઈ હતી..
*નકલી નોટોમાં પકડાયેલો મુકેશ મુનિયા અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલો હતો.*
નકલી નોટોમાં ડિમ્પલ પંચાલની ધરપકડ બાદ પોલીસે હાલો તાલુકાના આંબા ગામના મુકેશ ગુલશન મુનિયાને ઝડપી હોતો જેને હેદર પીર ની હાજરીમાં ડિમ્પલ પંચાલ પાસેથી નકલી નોટો પ્રિન્ટ કરવા માટે 100 કાગળ લીધા હતા. પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા પકડાયેલો મુકેશ મુનિયા અગાઉ પણ પંચમહાલમાં નકલી નોટો છાપવાનો કેમિકલ તેની હોવાનું કહી પાંચ લાખની છેતરપિંડી કરી હતી. વડોદરામાં દેશી તમંચો તેમજ ચલણી નોટો વચ્ચે કોરા કાગળો રાખી છેતરપિંડી માં સામેલ હતો. એટલું જ નહીં રાજસ્થાન બાસવાડા ના અર્થનામાં ડુબલીકેટ ચલણી નોટો તેમજ અન્ય કેસમાં બાસવાડામાં તાંત્રિક વિધિ દ્વારા એકના ડબલ કરવાની લાલચ આપી 19 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમજ ઝાલોદના લીમડીના મારામારીના ગુનામાં પણ સામેલ હતો.
*નકલી નોટો માટે ગેંગ બનાવી મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા, બેસ્ટ ક્વોલિટી માટે સતત પ્રયત્નશીલ રહ્યા.*
સંજેલીના ડિમ્પલ પંચાલે એકના ડબલ કરવાની લાલચમાં આંતરરાજ્ય નકલી નોટો ના રેકેટમાં સામેલ થયો હતો.અને દાહોદ જિલ્લામાં 1939 માં ડબલ ધારીવાળા રાજા રાણી ના સિક્કા તેમજ પાંચ હરણ વાળી પાંચ રૂપિયાની નોટો પર રૂપિયાનું વરસાદ કરાવનારા વ્યક્તિઓની શોધખોળ કરી ફતેપુરાના કાનજી, તેમજ ઝાલોદના પેથાપુર વાગડ તેમજ છાલોરના યુવકોને સામેલ કર્યા હતા. અને એકના ડબલ કરવાની લાલચ આપી હૈદર પીર જોડે મિટિંગ કરાવી નકલી નોટોનો રેકેટ શરૂ કર્યો હતો. જેમાં એમપી અને મહારાષ્ટ્રથી 400 કાગળ લઈને આવ્યા હતા. જેમાં ગાંધીજીના ફોટોવાળો વોટરમાર્ક આરબીઆઈ ભારત, 500 રૂપિયા લખેલી ગ્રીન પટ્ટી, એમાં સિક્યોરિટી થ્રેડ તૈયાર લઈને આવ્યા હતા. અને પ્રિન્ટર અને લેપટોપના મદદથી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. જેમા એમપીથી લાવેલા કાગળમાં જીગ્નેશ અને ક્વોલિટી સારી ન હોવાથી સતત પ્રયત્નશીલ રહ્યા હતા અને મહારાષ્ટ્રથી ઉંચી ક્વોલિટીના કાગળ લાવ્યા હતા. પરંતુ તેમાં પણ પરફેક્ટ ન થતા તેઓ હજી સારી થીકનેશવાળી નોટો બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
*નકલી નોટોના રેકેટમાં કેટેગરી પ્રમાણે રકમ નક્કી કરવામાં આવી હતી.*
હૈદર પીર સાથે દાહોદમાં નકલી નોટોનું રેકેટ ચલાવનાર વિષ્ણુ પંચાલે ગ્રેડ પ્રમાણે કમિશન નક્કી કર્યું હતું. જેમાં એ ટેગરીમાં હૈદર પીર,વિષ્ણુ પંચાલ, થેરકાનો સુખરામ, જેઓ નકલી નોટ પ્રિન્ટ કરવામાં કાગળ લાવવા સહિતના કામોમાં 30 ટકા કમિશન નક્કી કરવામાં આવ્યું હતું. બી કેટેગરીમાં કાનજી જેના ત્યાં નોટ છપાઈ હતી. ડીસ્ટ્રિબ્યુશન કરવાની હતી તેમણે બી કેટેગરી જ્યારે સી કેટેગરીમાં જે લોકો માર્કેટમાં નકલી નોટો ચલાવવા માટે ગયા હતા તેમનું કમિશન નક્કી કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હૈદર પીરે 400 કાગળ આપ્યા હતા જેમાંથી 100 કાગળ મુકેશ મુનિયા, 250 થી 300 કાગળ રાજસ્થાન પોલીસે પકડેલો થેરકાના સુખરામને આપ્યા હતા.
*નકલી નોટો ના કેસમાં 10 થી 12 લોકો અમારી રડારમાં છે. : ડોક્ટર રાજદીપસિંહ ઝાલા. (SP દાહોદ)*
નકલી નોટોનું કૌભાંડ પ્રથમ દ્રષ્ટિએ વૈશ્વિક નથી પરંતુ.આંતરરાજ્ય છે.જે ગુજરાત સહિત અને સાત રાજ્યોમાં ફેલાયેલો છે.અને આ નોટો માત્ર કલર પ્રિન્ટર પર ખુબ સરસ રીતે પ્રિન્ટ કરી અને બજારમાં વહેતી કરવામાં આવી રહી છે.આ રેકેટમાં સંડોવાયેલા હાલ સુધી આશરે 80 થી 81 લાખ રૂપિયાની નોટો પ્રિન્ટ કરી બજારમાં ફરતી કરી હોવાનું પ્રાથમિક્ તપાસમાં સામે આવ્યું છે. જે પૈકી 30 થી 40 હજારની નોટો અમે કબજે કરી છે. આ કેસમાં 10 થી 12 લોકો પોલીસની રડારમાં છે. જોકે હૈદર પીરની કસ્ટડી લીધા બાદ આ કેસના તાર ક્યાં સુધી જાય છે. તે ખબર પડશે.