
સિંગવડમાં મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી….
સિંગવડ તા. 2
સિંગવડ માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર પર્વની શોભાયાત્રા સિંગવડ બજારમાં નીકળવામાં આવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..
સિંગવડ માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર પર્વની ઉજવણીના ભાગરૂપે સિંગવડ સર્કિટ હાઉસ ખાતેથી ઢોલ નગારા સાથે ગણગોર માતાજીની મૂર્તિ પોતાના માથાના પર મૂકીને નાચતા કુદતા સિંગવડ બજારમાં નીકળ્યા હતા જ્યારે માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા દરેક માહેશ્વરી સમાજના ઘરોમાં ગયા હતા અને માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા આ ગણગોર માતાને પોતાના મસ્તક ઉપર રાખીને નચાવ્યા હતા ત્યાર પછી રાધાકૃષ્ણ મંદિર ખાતે આવીને ત્યા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું