
મધ્યાહન ભોજન યોજનાના સંચાલક પદની નિમણૂકનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:
લીમખેડાની બારા પ્રા.શાળામાં પ્રિયંકા ડાંગીની સેવા યથાવત રાખવા હુકમ,કલેક્ટર,નાયબ કલેક્ટર, મામલતદારને નોટિસ
દાહોદ તા.29
લીમખેડા તાલુકાની બારા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક પદની નિમણૂકનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ શાળામાં સંચાલક જોરસિંગ નિનામાની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા માટે પાંચ મહિલા ઉમેદવારોએ અરજી કરી હતી.
મામલતદારે મેરિટના આધારે પ્રિયંકાબેન સંતોષભાઈ ડાંગીની નિમણૂક કરી હતી. આ નિમણૂકથી નારાજ થઈને અન્ય ઉમેદવાર ભૂરીબેન પ્રવિણભાઈ નિનામાએ નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. નાયબ કલેક્ટરે પ્રિયંકાબેનની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી.
લીમખેડા તાલુકાની બારા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક પદની નિમણૂકનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ શાળામાં સંચાલક જોરસિંગ નિનામાની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા માટે પાંચ મહિલા ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં મામલતદારે મેરિટના આધારે પ્રિયંકાબેન સંતોષભાઈ ડાંગીની નિમણૂક કરી હતી. આ નિમણૂકથી નારાજ થઈને અન્ય ઉમેદવાર ભૂરીબેન પ્રવિણભાઈ નિનામાએ નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. નાયબ કલેક્ટરે પ્રિયંકાબેનની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી.